જેફરિઝે ABB ઈન્ડિયા પર ખરીદદારીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક 5260 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
પાવર સેક્ટર પર CLSA
સીએલએસએ એ પાવર સેક્ટર પર જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વીજ માગમાં સુધારો થયો. વીજ માગ 8%થી વધી 16% થઈ. NTPC અને NHPC ટોપ પીક પર છે.
રિલાયન્સ પર જેફરિઝ
જેફરિઝે રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2950 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડીઝલમાં ચીનની મજબૂત માંગ અને રિફાઇનિંગ માર્જિનમાં વધારો છે. તાજેતરના ટોચ પરથી 7% કરેક્શન પછી વેલ્યુ અનુકૂળ છે.
ABB ઈન્ડિયા પર જેફરિઝ
જેફરિઝે ABB ઈન્ડિયા પર ખરીદદારીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક 5260 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રાહકનું ધ્યાન ગુણવત્તાયુક્ત ડિલિવરી અને ભાવ વાટાઘાટ પર છે. સમગ્ર સેગમેન્ટમાં ગ્રોથ 11-12 બિલિયન ડૉલર પહોંચવાનો લક્ષ્યાંક છે. નાણાકીય વર્ષ 23-26માં CAGR 16% યથાવત્ રાખવાની અપેક્ષા છે. CY22-25માં EPS CAGR 40% નો લક્ષ્યાંક છે.
મોતીલાલ ઓસવાલે વોલ્ટાસ પર ખરીદદારીની સલાહ યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24/25માં RAC સેગમેન્ટથી માર્કેટ શેર 21-22% રહેવાની અપેક્ષા છે. મજબૂત ઓર્ડરબુકથી EMPS સેગમેન્ટમાં રિકવરીની અપેક્ષા છે.
Paytm પર સિટી
સિટીએ પેટીએમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1200 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 1160 રૂપિયા પ્રતિશેર કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)