મૉર્ગન સ્ટેનલીએ ગ્રાસિમ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1910 પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
પ્રેસ્ટીજ એસ્ટેટ્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ પ્રેસ્ટીજ એસ્ટેટ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹524 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રેસિડેન્શિયલ ડિમાન્ડ પર કંપની પોઝિટીવ છે. આગળ તેમણે કહ્યુ કે નોન-બેંગલુરુ બજારોમાંથી ફાળો વધવો જોઈએ.
ટ્રેન્ટ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ટ્રેન્ટ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1381 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્ટેન્ડઅલોન બિઝનેસ માટે મજબૂત ગ્રોથ છે. જ્યારે, માર્જિનમાં સુધારો થયો.આગળ તેમણે કહ્યુ કે FCF પોઝિટીવ રહ્યા. ઝુડિયો સ્ટોર્સ માટે સ્ટોર એડિશન મજબૂત છે. પણ વેસ્ટસાઇડ સ્ટોર ધીમા ખોલી રહ્યા છે.
MCX પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ MCX પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1125 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મહિના દર મહિનાના આધારે મે 2023માં ADTV (ફ્યુટર્ચ + ઓપ્શન) બિઝનેસ 16% વધ્યો. કંપનીના નફા અને શેરની કિંમતનો સરેરાશ Daily ટ્રેડેડ વેલ્યુ વધી રહી છે.
બજાજ ફાઈનાન્સ પર જેફરિઝ
જેફરિઝે બજાજ ફાઈનાન્સ પર ખરીદદારીના રેટિંગ યથાવત્ રાખ્યા છે. તેમણે કહ્યુ કે તેના પર લક્ષ્યાંક ₹7280 પ્રતિશેરથી વધારી ₹8310 પ્રતિશેર કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 23-26 સુધી લોનમાં CAGR 27% મજબૂત થવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 23-26 સુધી પરિણામમાં CAGR 26% મજબૂત થવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 23-26સુધી RoE 25% રહેવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 25-26માં NIM અને ફંડિગ કોસ્ટમાં સુધારો આવવાની અપેક્ષા છે.
ગ્રાસિમ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ગ્રાસિમ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1910 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે AB કેપિટલ પ્રમોટરને 3% હિસ્સો વેચી રહી છે. પ્રેફરન્શિયલ ઈશ્યુ દ્વારા AB કેપિટલમાં ₹1,250 કરોડનો ઉમેરો કરશે. AB કેપિટલની પ્રમોટરને હિસ્સો વેચવાની જાહેરાત અનપેક્ષિત છે. પણ હાલમાં કોઈ Impact જોવા નહીં મળે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)