સીએલએસએ એ ભારતી એરટેલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1030 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ટાટા મોટર્સ પર CLSA
સીએલએસએ એ ટાટા મોટર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 640 રૂપિયા પ્રતિશેરથી વધારી 690 રૂપિયા પ્રતિશેર કર્યા છે. તેમનું કહેવુ છે કે મે 2023માં JLR રિટેલ વોલ્યુમ ગ્રોથ મજબૂત રહ્યા. નાણાકીય વર્ષ 24 માં JLR EBIT માર્જિનમાં 6% નો ઉછાળો આવવાની અપેક્ષા છે. સ્થાનિક CV બિઝનેસ સ્ટેબલ છે. નાણાકીય વર્ષ 24-25 માટે પરિણામ 11-18% રહેવાના અનુમાન છે. JLR & CV બિઝનેસ માટે માર્જિન ઉચ્ચત્તમ સ્તર પર રહેવાની અપેક્ષા છે.
ભારતી એરટેલ પર CLSA
સીએલએસએ એ ભારતી એરટેલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1030 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રિલાયન્સ જિયોની કામગીરીમાં સાત વર્ષ થયા છે. ભારતી એરટેલએ 233 મિલિયન ડેટા સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા. આવક શેર્સ નવી ઊંચાઈ પર છે. 5G સર્વિસ પર સતત કામ કરી રહી છે. નાણાકીય વર્ષ 26 સુધી ARPU 33% વધવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 26 સુધી EBITDA 30% વધવાના અનુમાન છે.
જેફરિઝે ગુજરાત ગેસ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 420 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પ્રોપેનની કિંમતમાં સતત ઘટાડાથી વોલ્યુમ ગ્રોથ ડિફેન્ડ થઈ રહ્યા છે. આગળ તેમનું કહેવુ છે કે Q2માં ભાવ ઘટાડવાની અપેક્ષા છે. CNGના વધતા ભાવની અસર માર્જિન પર જોવા મળી રહી છે.
Zomato પર સિટી
સિટીએ Zomato પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 84 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
BEL પર UBS
યુબીએસ એ બીઈએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 140 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો ગ્રોથ એક્રેટિવ છે. આગળ તેમને કહ્યું નફામાં સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે. મધ્યમ ટર્મમાં ગ્રોથ આઉટપરફોર્મ જોવા મળી શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.