યુબીએસએ ટાઈટન પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3465 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં વેચાણમાં મજબૂતી છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ટાઈટન પર ગોલ્ડમેન સૅક્સ
ગોલ્ડમેન સૅક્સે ટાઈટન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3525 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના જ્વેલરીના પરિણામ મજબૂત રહ્યા છે. જ્વેલરી બિઝનેસના માર્જિનમાં મજબૂતી છે. Competitorsની અસર ટાઈટનના સેલ્સ પર નહીં. કંપનીએ નવા સ્ટોર ખોલ્યા. ડાઈમંડના ભાવ ઘટવાની અસર જોવા મળી. માર્જિન અને જ્વેલરી બિઝનેસ ગ્રોથથી EPS 1-2% વધવાની અપેક્ષા છે.
ટાઈટન પર UBS
યુબીએસએ ટાઈટન પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3465 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં વેચાણમાં મજબૂતી છે. અન્ય સેગમેન્ટમાં પણ ડબલ ડિજિટ ગ્રોથ રહ્યો. ગ્રાહકોનો ગ્રોથ ડબલ ડિજિટ રહ્યો, સેલ્સ ગ્રોથમાં પણ મજબૂતી. FY24-26 માટે EPS 3-4% વધવાની અપેક્ષા છે. Q2FY24માં નજીકના ગાળામાં રેવેન્યુ ગ્રોથમાં સુધારો આવવાની અપેક્ષા છે. Q2FY24માં નજીકના ગાળામાં માર્જિનમાં પણ સુધારો આવવાની અપેક્ષા છે. Caratlane EBIT માર્જિન 4% રહ્યા.
ટાઈટન પર HSBC
એચએસબીસીએ ટાઈટન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3900 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 જ્વેલરી સેલ્સ YoY ધોરણે 19% વધ્યો, EBIT માર્જિન 14.1% રહ્યો. Q2માં જ્વેલરી સેલ્સ અનુમાનથી સારૂ રહ્યું.
Zomato પર HSBC
એચએસબીસીએ ઝોમેટો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 140 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં કોમર્સ બિઝનેસ અને FD બન્નેમાં ગ્રોથ મજબૂત છે. Q2ના માર્જિન ઈન-લાઈન રહ્યા.
Zomato પર MS
મોર્ગન સ્ટેનલીએ ઝોમેટો પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 125 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2નું પરફોર્મન્સ મજબૂત રહ્યું છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ફૂડ ડિલિવરી GOV ગ્રોથ 9% રહ્યો. Contribution માર્જિન 6.6% અને Adj EBITDA માર્જિન 2.6% રહ્યો.
Zomato પર જેફરિઝ
જેફરિઝે Zomato પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 165 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
યુબીએસએે સિમેન્ટ પર રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. તેમને તેના પર રેટિંગ BUY થી ઘટાડીને ન્યૂટ્રલ કર્યા છે. તેમનું કહેવુ છે કે લક્ષ્યાંક 4280 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 3750 રૂપિયા પ્રતિશેર કર્યા છે.
IEX પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઈને આઈઈએક્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 95 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના નંબર અનુમાનથી સારા રહ્યા છે. Q2માં વોલ્યુમ ગ્રોથ વર્ષ દર વર્ષના ધોરણે 15% રહ્યો.
કોન્કોર પર સિટી
સિટીએ કોન્કોર પર ખરીદદારીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક 844 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY24માં નફો 18% વધ્યો અનુમાનથી સારો રહ્યો. વોલ્યુમ ગ્રોથ વર્ષના ધોરણે 13% વધ્યો. EBITDA માર્જિન 23.4% અનુમાનની સામે 24.5% રહ્યો. માર્કેટ શેર 65-70% રહ્યા.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)