જેફરિઝે આઈશર મોટર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 4150 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ગેસ કંપની પર સિટી
સિટીએ ગેસ કંપની પર પાવર સેક્ટરની આગેવાની હેઠળ ભારતનો ગેસ વપરાશ અને LNG આયાતમાં વધારો કર્યો. GAIL & GSPL કંપનીના વોલ્યુમમાં ફાયદો થશે. પેટ્રોનેજ LNGના દહેજ યુટિલાઈઝેશનમાં ગ્રોથ હજુ બાકી છે. OEM દ્વારા CNG પર ફોકસ વધારવાથી કંપનીઓને પણ ફાયદો થશે. IGL, મહાનગર ગેસ અને GAIL ટોપ પીક છે. પેટ્રોનેટ LNG અને ગુજરાત ગેસ માટે વેચવાલીની સલાહ યથાવત્ છે.
વરૂણ બેવરેજીસ પર BofA Sec
બીઓએફએ સિક્યોરિટીઝે વરૂણ બેવરેજીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક વધારીને 1030 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેક્રોમાં વોલ્ટીલિટી બાદ પણ જબૂત ગ્રોથની અપેક્ષા છે. 3 વર્ષમાં આવક, EPS CAGR 19%-23% રહેવાનો અંદાજ છે.
કોફોર્જ પર સિટી
સિટીએ કોફોર્જ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3890 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24 માં CC રેવેન્યુ ગાઈડન્સ ગ્રોથ 13-16% રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 24 માં ગ્રોસ માર્જિન 50 bps સુધરવાની અપેક્ષા છે.
આઈશર મોટર પર જેફરિઝ
જેફરિઝે આઈશર મોટર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 4150 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2023માં વધતી સ્પર્ધાની અસર કંપની પર જોવા મળી છે. નિફ્ટી ઓટો ઈન્ડેકેસમાં 24% લેગીંગ આઈશર મોટરનું છે. હાલમાં નવી સ્પર્ધાની અસર કંપની પર મર્યાદિત છે. 2-વ્હીલરની માગમાં અને પ્રીમિયમાઇઝેશન અને એક્સપોર્ટમાં સુધારો છે. નાણાકીય વર્ષ 23-26માં EBITDA 62% અને EPS 81% વધવાની અપેક્ષા છે.
મારૂતિ સુઝુકી પર HSBC
એચએસબીસીએ મારૂતિ સુઝુકી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 12000 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રિઇન્વેસ્ટમેન્ટ રેટમાં તાજેતરનો વધારો શેરધારકો માટે નકારાત્મક છે તે જરૂરી નથી. નજીકના ગાળામાં માર્કેટ શેર્સમાં મજબૂતીની અપેક્ષા છે. મધ્યમ ગાળામાં વધુ મોડલનું 'હાઇબ્રિડાઇઝેશન' Mkt Shr ને આગળ ધકેલશે. નિફ્ટીમાં કંપનીનું વેલ્યુએશન પ્રીમિયમ ઐતિહાસિક 50%સામે 33% સુધી ઘટ્યું છે.
એચએસબીસીએ બજાજ ફાઈનાન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 9500 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 5 OCTની બેઠકમાં 23% ટાયર-1 રેશિયો હોવા છતાં Eq કેપ વધારવા મંજૂરી મળી શકે છે.
બજાજ ફાઈનાન્સ પર ગોલ્ડમેન સૅક્સ
ગોલ્ડમેન સૅક્સે બજાજ ફાઈનાન્સ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6716 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મૂડી વધારવા માટે બોર્ડ મીટિંગની જાહેરાત કરી છે. મૂડીનો ઉપયોગ અંગે સ્પષ્ટતાની રાહ જોવાની રહેશે.
ડિક્સન પર DAM કેપિટલ
ડીએએમ કેપિટલે ડિક્સન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
એક્સાઈડ પર કોટક
કોટકે એક્સાઈડ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 250 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)