Today's Broker's Top Picks: ઝોમેટો, એસબીઆઈ કાર્ડ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, એસઆરએફ, ગુજરાત ફ્લોરો છે બ્રોકરેજના રડાર પર
મૉર્ગન સ્ટેનલીએ પેજ ઈન્ડસ્ટ્રીઝ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 44,738 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાઈ inflationને કારણે સમગ્ર ગ્રાહકની માંગ નબળી છે. ઈન્વેન્ટરીનું સ્તર ઊંચું કારણ કે ગત વર્ષે મજબૂત માંગને એક્સ્ટ્રાપોલેટેડ કરી હતી. 19-21% બેન્ડમાં માર્જિન યથાવત્ રહી શકે છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
જેફરીઝે ઝોમેટો પર ખરીદદારીની સલાહ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 130 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફૂડ ડિલિવરીમાં 20-25%ના ગ્રોથની અપેક્ષા છે. Q/Cમાં મધ્યમ ટર્મમાં CAGR 60% રહેવાની ધારણા છે. 4 ક્વાર્ટરમાં ફૂડ માર્જિન ધીમે- ધીમે 5% વધવાની અપેક્ષા છે. સ્ટાર્ટઅપ પર વધુ ફોકસ છે.
મૉર્ગન સ્ટેનલીએ SBI કાર્ડ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1155 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે તહેવારોની સિઝન પહેલા સ્પેન્ડિંગ ગ્રોથ ટ્રેન્ડમાં છે. Q2FY24માં NIM નીચલા સ્ચર પર સ્ટેબલ રહી શકે છે. નાણાકીય વર્ષ 24 માટે 58-60% ઈનકમ રેશિયો રહી શકે છે. હાઇલાઇટ કર્યું કે ક્રેડિટ ખર્ચ H2FY24 થી ઘટવાની શક્યતા છે.
મૉર્ગન સ્ટેનલીએ પેજ ઈન્ડસ્ટ્રીઝ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 44,738 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાઈ inflationને કારણે સમગ્ર ગ્રાહકની માંગ નબળી છે. ઈન્વેન્ટરીનું સ્તર ઊંચું કારણ કે ગત વર્ષે મજબૂત માંગને એક્સ્ટ્રાપોલેટેડ કરી હતી. 19-21% બેન્ડમાં માર્જિન યથાવત્ રહી શકે છે.
ઈન્ક્રેડે એસઆરએફ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 1562 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે HFC વોલ્યુમમાં રિવકરી છે. SRFના લગભગ તમામ ઉત્પાદનોના સ્પ્રેડમાં ઘટાડો થશે. ટાયરની કિંમતોમાં વ્યાપક ઘટાડો નાયલોન ટાયર કોર્ડ બિઝનેસ માટે નેગેટિવ છે. નાણાકીય વર્ષ 24 માટે EPS 80 રૂપિયા થી ઘટાડીને 70 રૂપિયા થવાની ધારણા છે. EPS હજુ 30-35% સુધી નીચે આવવાની જરૂર છે.
ઇન્ક્રેડે ગુજરાત ફ્લોરો પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1964 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વાર્ષિક ધોરણે પરિણામમાં 50% નો ઘટાડો નોંધાઈ શકે છે. QoQ ધોરણે 15-17% ઘટવાનો અંદાજ છે. ફ્લોરોપોલિમરની નિકાસ ઘટી રહી છે. એક્સપોર્ટ 500 કરોડ રૂપિયાની નજીક અને છેલ્લા ક્વાર્ટરના સ્તરની નજીક માર્જિન છે. સ્થાનિક બિઝનેસ ગ્રોથ 15% વર્ષના ધોરણે રહ્યો છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)