સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
જેફરીઝે કેન ફિન હોમ્સ પર ખરીદદારીની સલાહ આપવામાં આવી છે. તેના પર તેમણે લક્ષ્યાંક ₹635 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CEO તરીકે સુરેશ ઐયરની નિમણૂક કંપની માટે પોઝિટીવ છે. સુરેશ ઐયરને મૉર્ગન સ્ટેનલીમાં સારો અનુભવ છે.
મૉર્ગન સ્ટેનલીએ GSK ફાર્મા પર અન્ડરવેટ રેટિંગના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1256 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આગામી 3-4 વર્ષ માટે આવક માટે સિંગલ-ડિજિટ ગ્રોથ રહેવાની આશંકા છે.
સીએલએસએ એ ઓઈલ એન્ડ ગેસ પર કહ્યુ કે સ્પોટ LNG કિંમતો ડિસેમ્બર 2022ની સરખામણીમાં અડધી છે. Q4માં ગુજરાત ગેસ, IGL અને MGLમાં મજબૂત માર્જિન રહેવાની અપેક્ષા છે. Q4માં GSPL, Petronet LNG અને GAILમાં વોલ્યુમમાં રિકવરી જોવા મળી શકે. યુનિફાઇડ ટેરિફનો અમલ બે સપ્તાહમાં થવાની શક્યતા છે. યુનિફાઇડ ટેરિફ GAILના ઇન્ટિગ્રેટેડ પાઇપલાઇન ટેરિફમાં 50% વધારો લાવી શકે છે.
મૉર્ગન સ્ટેનલીએ PB ફિનટેક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹705 પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં EBITDA બ્રેક-ઈવન થવાનો અંદાજ છે. FY27 માટે પ્રોફિટ ગાઈડન્સ ₹1000 Cr પહોંચવાનો અંદાજ છે.
સિમેન્ટ પર જેફરિઝ -
જેફરિઝે સિમેન્ટ પર ગ્લોબલ એનર્જી ખર્ચમાં ઘટાડો થવાથી સિમેન્ટ સેક્ટરને મોટો ફાયદો થવાની શક્યતા છે. આગળ કહ્યુ ઉંચી સ્પર્ધા વચ્ચે ઈન્ડસ્ટ્રીએ ભાવ વધારો કર્યો નથી.
સિમેન્ટ પર CLSA -
સીએલએસએ એ સિમેન્ટ પર આગામી થોડા ક્વાર્ટર્સ સિમેન્ટ ક્ષેત્ર માટે પોઝિટીવ રહેવાની અપેક્ષા છે. તેમણે અલ્ટ્રાટેક સિમેન્ટ અને દાલ્મિયા ભારત ટોપ પીક આપી છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)