સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ -
પાવર સેક્ટર પર જેફરિઝ
જેફરિઝે પાવર સેક્ટર પર કહ્યુ કે NTPCના મોંઘા ગેસ પ્લાન્ટને ઉપયોગમાં લેવા મંજૂરી મળી છે.NTPC & JSW એનર્જી માટે ખરીદદારીની સલાહ આપી છે. જેફરીઝે IEX માટે અંડરપરફોર્મ રેટિંગ રાખ્યું છે. તે NTPC & JSW એનર્જી અને IEX ટોપ પીક છે.
બેન્ક પર જેફરિઝ
જેફરિઝે બેન્ક પર કહ્યુ કે ભારતીય ફાઇનાન્શિયલ પર ખરાબ ગ્બોલબ સંકેતોની અસર જોવા મળી છે. આગળ તેમણે કહ્યુ કે ઉચ્ચ રિટેલ ડિપોઝિટ, લિમિટેડ ALM ગેપ અને MTM સાથે બેન્કની સ્થિતિ મજબૂત છે. ઇક્વિટીઝ અને ગ્લોબલ બોન્ડ્સનું દબાણ વધ્યુ ત્યારે સ્થાનિક બોન્ડ માર્કેટ સ્થિર રહ્યા છે.
IT પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ IT પર કહ્યુ કે તેમને LTI માઈન્ડટ્રી, ઈન્ફોસિ અને HCL ટેક માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. જ્યારે વિપ્રો, L&T ટેક અને ટાટા એલેક્સી માટે અન્ડરવેટના રેટિંગ આપ્યા છે.
ટેલિકોમ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ટેલિકોમ પર કહ્યુ કે 5G રોલઆઉટ અને શેર ગેન્સને વેગ આપવા માટે કંપની પાસેથી અપેક્ષા છે. જ્યારે નવી કેપેક્સ સાયકલ માટે મજબૂત બેલેન્સશીટની અપેક્ષા છે. મૉર્ગન સ્ટેનલીએ ભારતી એરટેલ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે.
એરલાઈન્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ એરલાઈન્સ પર ઈંડિગોનો ટ્રાફિક વાર્ષિક ધોરણે 71% વધ્યો છે. મહિના દર મહિનાના આધારે માર્કેટ શેર 55.9% વધી 130 bps રહ્યો. જ્યારે મહિના દર મહિનાના આધારે આકાસ એરનો માર્કેટ શેર 10 bps વધીને 3% થયો છે. મોર્ગન સ્ટેનલીએ ઈન્ટરગ્લોબ એવિએશન માટે ઓવરવેટના રેટિંગ રાખ્યા છે.
ફીનિક્સ મિલ પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે ફીનિક્સ મિલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1700 પ્રતિ શેરના નક્કી કર્યા છે.
OMCs પર JP મૉર્ગન
JP મૉર્ગને OMCs પર કહ્યુ કે તેમણે HPCL અને IOC માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. આગળ કહ્યુ કે Q4FY23/Q1FY24 માટે નફોમાં સુધારો આવવાની અપેક્ષા છે.GRM સ્થિર રહેવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)