સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ -
સીએલએસએ અશોક લેલેન્ડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹189 પ્રતિ શેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે મજબૂત માંગ અને માર્જિનમાં સુધારો થવાની અપેક્ષા છે. ભાવ વધારવાથી વોલ્યુમ પર અસર જોવા મળી શકે. પણ માર્જિનમાં સુધારો થવાની અપેક્ષા દેખાય રહી છે. હેવી ટ્રક્થી માર્કેટ શેરને પ્રોત્સાહન મળ્યું છે, જે યથાવત્ રહેવાની અપેક્ષા છે.
જેફરીઝે ઈન્ટરગ્લોબ એવિએશન પર અન્ડરપરફોર્મ રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1615 પ્રતિ શેર નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે ભારતના એવિશન માર્કેટમાં ઈન્ડિગો ઝડપથી ગ્રૌથ કરી રહ્યો છે.
મોર્ગન સ્ટેનલીએ બજાજ ફાઈનાન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹8000 પ્રતિ શેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે તહેવારોની સીઝન બાદ B2B સેલ્સ ફાઇનાન્સ બિઝનેસમાં ફરી તેજી આવશે. કંપનીને Q4FY23 અને FY24માં સારો ગ્રોથ થવાની અપેક્ષા છે.
મોર્ગન સ્ટેનલીએ એસબીઆઈ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹715 પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમણે આગળ કહ્યુ કે કંપનીના લોન ગ્રોથ સારા રહેવાની અપેક્ષા છે. એસબીઆઈના આવનારા 2 ક્વાર્ટરમાં માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. હાલમાં ટૂંકાગાળામાં ફંડ એકત્ર કરવા પર બેન્કની કોઈ યોજના નથી. RoA 1-1.1% વચ્ચે રહેવાની અપેક્ષા છે.
મોર્ગન સ્ટેનલીએ બેન્ક ઑફ બરોડા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹125 પ્રતિ શેર નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે હાલમાં માર્જિન સ્ટેલ રહેવાની બેન્કની અપેક્ષા છે. લોન ગ્રોથ આઉટલુક મજબૂત, પણ 2023માં આઉટલુક સ્થિર રહેવાની અપેક્ષા છે.
મોર્ગન સ્ટેનલીના કોટક મહિન્દ્રા બેન્ક પર ઈક્વવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2215 પ્રતિ શેરના નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે લોન ગ્રોથ મજબૂત છે. હાલના ક્વાર્ટરમાં માર્જિનમાં સુધારો આવ્યો છે.
જેપી મૉર્ગન પર ટાઈટનએ ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3000 પ્રતિ શેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યું કે FY22-27માં જ્વેલરીની આવક 20% વધવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)