Accenture ના સારા Q2 પરિણામની બાદ ભારતીય આઈટી સ્ટૉક્સ પર શું કહે છે બ્રોકરેજિસ - What brokerages say on Indian IT stocks after Accenture's good Q2 results | Moneycontrol Gujarati
Get App

Accenture ના સારા Q2 પરિણામની બાદ ભારતીય આઈટી સ્ટૉક્સ પર શું કહે છે બ્રોકરેજિસ

આઇટી સેક્ટર પર મોર્ગન સ્ટેનલીએ કહ્યુ કે એક્સેન્ચરના પરિણામો સારા રહ્યા છે. એક્સેન્ચરના પરિણામો ભારતીય IT કંપનીઓ માટે હકારાત્મક રહેશે. Q4 પરિણામોમાં કોઈપણ નબળાઈ અને ભારતીય IT કંપનીઓના માર્ગદર્શનને ખરીદીની તક તરીકે ગણવી જોઈએ. લાર્જકેપ સેગમેન્ટથી તેણે LTI, Mindtree, Infosys અને HCL Tech પસંદ કરે છે.

અપડેટેડ 10:34:30 AM Mar 24, 2023 પર
Story continues below Advertisement

બીજા ક્વાર્ટરમાં એક્સેન્ચર (Accenture) ના મજબૂત પરિણામ રહ્યા છે. Accenture ની CC રેવેન્યૂ ગ્રોથ 9% રહી છે. કંપનીએ 6-10% CC રેવેન્યૂ ગ્રોથના ગાઈડેંસ આપ્યા હતા. જ્યારે Q2 રેવેન્યૂ અનુમાનથી સારા થઈને 15.81 અરબ ડૉલર રહ્યા. કંપનીએ ગાઈડન્સ 15.2-15.75 અરબ ડૉલરની વચ્ચે આપ્યા હતા. FY23 માટે Accenture એ રેવેન્યૂ ગાઈડેન્સ ઘટાડ્યા છે. રેવેન્યૂ ગાઈડેન્સ 8-11% થી ઘટાડીને 8-10% કર્યા છે. Q2 માં નવા રિકૉડ 22.1 અરબ ડૉલર રહી. કંપનીએ જાહેરાત કરી છે કે આવનાર દોઢ વર્ષમાં 19000 કર્મચારીઓની છંટણી કરશે. કંપનીના ભારતમાં 3 લાખથી વધારે કર્મચારી છે. મોટી ટ્રાંસફૉર્મેશન ડીલમાં મજબૂત માંગ ચાલુ રહેશે. જો કે આ દરમ્યાન કંપની સ્ટ્રેટજી અને કંસલ્ટિંગમાં ડીલ ગ્રોથ ધીમી રહી છે.

જાણો ભારતીય આઈટી કંપનીઓ પર બ્રોકરેજ હાઉસિઝનો નજરિયો

Morgan Stanley On IT


મૉર્ગન સ્ટેનલીએ ભારતીય આઈટી કંપનીઓ પર સલાહ આપતા કહ્યુ કે એક્સેંચરના પરિણામ સારા રહ્યા છે. એક્સેંચરના પરિણામ ભારતીય IT માટે પૉઝિટિવ રહેશે. તેમણે કહ્યુ કે ચોથા ક્વાર્ટરના પરિણામ અને ગાઈડેંસમાં કોઈપણ પ્રકાર નબળાઈની ખરીદારીની તક સમજવી જોઈએ. લાર્જકેપમાં તેણે એલટીઆઈ (LTI) માઈંડટ્રી (Mindtree), ઈન્ફોસિસ (Infosys) અને એચસીએલ ટેક (HCL Tech) પસંદ છે.

Nomura On IT

નોમુરાએ આઈટી સેક્ટર પર સલાહ આપતા કહ્યુ કે IT સેક્ટર પર અમારો સર્તક નજરિયો છે. તેમણે કહ્યુ અમે મિડકેપથી વધારે લાર્જકેપ આઈટી સ્ટૉક્સને પ્રાથમિકતા આપશે. તેમણે કહ્યુ કે FY24 માં કંપનીઓના ઑપરેટિંગ પરફૉર્મેંસ અલગ-અલગ રહી શકે છે. તેમણે કહ્યુ કે Infosys, Tech Mahindra, Coforge અને Persistent System આઈટી સેક્ટરના તેના ટૉપ પિક્સ છે.

CLSA On IT

સીએલએસએ એ આઈટી સેક્ટર પર સલાહ આપતા કહ્યુ કે Q3 ના ગાઈડેંસ ઉમ્મીદના મુજબ રહ્યા. એક્સેંચરના રિઝલ્ટથી રોકાણકારોને રાહત મળશે. તેમણે કહ્યુ કે ભારતીય આઈટી સ્ટૉક્સમાં પસંદગીના શેરો પર રોકાણ કરવું જોઈએ. સેક્ટર પર ખરીદારીના નજરિયા રજુ કરતા બ્રોકરેજે કહ્યુ કે Infosys, HCL Tech અને TCS આઈટીથી તેની પસંદગીના પિક્સ છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Mar 24, 2023 10:34 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.