અદાર પૂનાવાલા £138 મિલિયનમાં ખરીદશે લંડનનું 2023 માં સૌથી મોંઘુ ઘર | Moneycontrol Gujarati
Get App

અદાર પૂનાવાલા £138 મિલિયનમાં ખરીદશે લંડનનું 2023 માં સૌથી મોંઘુ ઘર

42 વર્ષના ભારતીય અરબપતિ હાઈડ પાર્કની પાસે લગભગ એક સદી જુનુ અબરકૉનવે હાઉસ માટે 138 મિલિયન પાઉંડની ચુકવણી કરશે.

અપડેટેડ 04:27:45 PM Dec 12, 2023 પર
Story continues below Advertisement
કોવિશિલ્ડ વેક્સીન બનાવતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) ના સીઇઓ અદાર પૂનાવાલાએ આ વર્ષે લંડનમાં વેચાતું સૌથી મોંઘું ઘર ખરીદવાનો સોદો બંધ કર્યો છે.

કોવિશીલ્ડ વેક્સીન બનાવનારી કંપની સીરમ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા (SII) ના સીઈઓ અદાર પૂનાવાલાએ આ વર્ષે લંડનમાં સૌથી મોંઘુ ખરીદવાનો સોદો પૂરો કરી લીધો છે. 42 વર્ષના ભારતીય અરબપતિ હાઈડ પાર્કની પાસે લગભગ એક સદી જુનુ અબરકૉનવે હાઉસ માટે 138 મિલિયન પાઉંડની ચુકવણી કરશે.

અમારી સહયોગી ચેનલ CNBC-TV18 એ સ્વતંત્ર રૂપથી આ સોદાની પુષ્ટિ કરતા સૂત્રોના અનુસાર, "આ એક કંપનીનું ગેસ્ટ હાઉસ છે જે ઇવેન્ટ્સ, ડોનર્સ, ટેક પાર્ટનર્સને હોસ્ટ કરવા માટે વપરાતું હતું અને આ મિલકતે સીરમ સમૂહને વૈશ્વિક તક સુધી પહોંચવામાં મદદ કરી છે જે ભારત માંથી કરવું શક્ય ન હતું."

આ પ્રોપર્ટીનું અધિગ્રહણ પૂનાવાલા પરિવારના સીરમ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડિયાની યૂકે સહાયક કંપની સીરમ લાઈફ સાઈંસીઝ દ્વારા કરવામાં આવશે. આ સોદો અબરકૉનવે હાઉસને લંડનમાં અત્યાર સુધી વેચાયેલું આ બીજું સૌથી મોંઘુ ઘર બનાવી દેશે.


લંડનમાં સૌથી કિંમતી રેસિડેન્શિયલ લે-વેચ જાન્યુઆરી 2020 માં થયેલી જ્યારે 2-8A રટલેંડ ગેટ રેકૉર્ડ તોડ £210 મિલિયનના ભાવ પર વેચવામાં આવ્યું. મૂળ રૂપથી, આ મિલકત સાઉદી અરબના પૂર્વ રાજકુમાર સુલ્તાન બિન અબ્દુલઅઝીઝની માનવામાં આવતી પરંતુ હાલના ખુલાસાથી વિગત બહાર આવી કે ખરીદદાર એવરગ્રાંડના સંસ્થાપક અને અધ્યક્ષ હુઈ કા યાન હતા.

બજારને હવે અર્નિંગ્સથી પણ સારા સંકેત મળ્યા, હજુ પણ બજારમાં FIIની ખરીદદારી ઘણી બાકી-દેવાંગ મહેતા

MoneyControl News

MoneyControl News

First Published: Dec 12, 2023 3:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.