August Auto sales: ઓટોમોબાઈલ કંપનીઓના જૂન મહિનાના વેચાણના આંકડા મિશ્ર રહ્યા છે. જોકે, મોટાભાગની ઓટોમોબાઈલ કંપનીઓ માટે નિકાસમાં ઘટાડો ચિંતાનો વિષય રહ્યો હતો. ઓટો દિગ્ગજ બજાજ ઑટો (Bajaj Auto) એ ઓગસ્ટ 2023 માં 3.41 લાખ યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે ઓગસ્ટ 2022માં કંપનીએ 4.01 લાખ ગાડીઓનું વેચાણ કર્યું હતું. ઓગસ્ટ મહિનામાં કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ઓગસ્ટ મહિના માટે કંપનીનું કુલ વેચાણ બ્રોકિંગ ફર્મ નોમુરાના 3.30 લાખ યુનિટના અંદાજ કરતાં વધારે હતું.
ઓગસ્ટ મહિનામાં બજાજ ઑટોનું કુલ સ્થાનિક વેચાણ પણ વાર્ષિક ધોરણે 20 ટકા ઘટીને 2.05 લાખ યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 2.56 લાખ યુનિટ હતો. જૂન મહિનામાં નિકાસ નબળી રહી છે કારણ કે તે વાર્ષિક ધોરણે 6 ટકા ઘટીને 1.36 લાખ યુનિટ રહ્યા છે, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં 1.44 લાખ રહ્યા હતા.
એસ્કોર્ટએ ઓગસ્ટ 2023 માં 5,593 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે ઓગસ્ટ 2022માં કંપનીએ 6111 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું હતું. ઓગસ્ટ મહિનામાં કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 8.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટ મહિનામાં એસ્કોર્ટ કુબોટાનું કુલ સ્થાનિક વેચાણ પણ વાર્ષિક ધોરણે 2.1 ટકા ઘટીને 5,198 યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 5308 યુનિટ હતો. જૂન મહિનામાં નિકાસ નબળી રહી છે કારણ કે તે વાર્ષિક ધોરણે 50.8 ટકા ઘટીને 395 યુનિટ રહ્યા છે, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં 803 યુનિટ રહ્યા હતા.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટોએ ઓગસ્ટ 2023 માં 70,350 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે ઓગસ્ટ 2022 માં કંપનીએ 59,000 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું હતું. ઓગસ્ટ મહિનામાં કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 19 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, ઓગસ્ટ મહિના માટે કંપનીનું કુલ વેચાણ બ્રોકિંગ ફર્મ નોમુરાના 65,000 યુનિટના અંદાજ કરતાં વધારે હતું.
ઓગસ્ટ મહિનામાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઑટોનું કુલ સ્થાનિક વેચાણ પણ વાર્ષિક ધોરણે 19 ટકા વધીને 70,350 યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 59,000 યુનિટ હતો. ઓગસ્ટ મહિનામાં પેસેંજર વ્હીકલનું વેચાણ વધ્યુ છે કારણ કે તે વાર્ષિક ધોરણે 25 ટકા વધીને 37,270 યુનિટ રહ્યા છે, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં 29,852 યુનિટ રહ્યા હતા.
M&M Tractor
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટેક્ટરે ઓગસ્ટ 2023 માં 21,676 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે ઓગસ્ટ 2022 માં કંપનીએ 21,520 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું હતું. ઓગસ્ટ મહિનામાં કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 1 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, ઓગસ્ટ મહિના માટે કંપનીનું કુલ વેચાણ બ્રોકિંગ ફર્મ નોમુરાના 21,520 યુનિટના અંદાજ કરતાં વધારે હતું.
મારૂતિ સુઝુકીએ ઓગસ્ટ 2023 માં 1.89 લાખ યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે ઓગસ્ટ 2022માં કંપનીએ 1.85 લાખ યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું હતું. ઓગસ્ટ મહિનામાં કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 14.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, ઓગસ્ટ મહિના માટે કંપનીનું કુલ વેચાણ બ્રોકિંગ ફર્મ નોમુરાના 1.85 લાખ યુનિટના અંદાજ કરતાં વધારે હતું.
ઓગસ્ટ મહિનામાં મારૂતિ સુઝુકીનું કુલ સ્થાનિક વેચાણ પણ વાર્ષિક ધોરણે 14.5 ટકા વધીને 1.64 લાખ યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 1.43 લાખ યુનિટ હતો. જૂન મહિનામાં નિકાસ નબળી રહી છે કારણ કે તે વાર્ષિક ધોરણે 15 ટકા વધીને 24,614 યુનિટ રહ્યા છે, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં 21,481 યુનિટ રહ્યા હતા.
ટાટા મોટર્સે ઓગસ્ટ 2023 માં 78,010 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે ઓગસ્ટ 2022માં કંપનીએ 78,800 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું હતું. ઓગસ્ટ મહિનામાં કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ઓગસ્ટ મહિના માટે કંપનીનું કુલ વેચાણ બ્રોકિંગ ફર્મ નોમુરાના 81,500 યુનિટના અંદાજ કરતાં વધારે હતું.
ઓગસ્ટ મહિનામાં ટાટા મોટર્સનું કુલ સ્થાનિક વેચાણ પણ વાર્ષિક ધોરણે 4.9 ટકા વધીને 30,748 યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 29,313 યુનિટ હતો. ઓગસ્ટ મહિનામાં પેસેંજર વહિકલના આંકડા વાર્ષિક ધોરણે 3 ટકા ઘટીને 45,933 યુનિટ રહ્યા છે, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં 47,351 યુનિટ રહ્યા હતા. ઓગસ્ટ મહિનામાં ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હીકલના આંકડા વાર્ષિક ધોરણે 1.9 ટકા વધીને 32,077 યુનિટ રહ્યા છે, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં 31,492 યુનિટ રહ્યા હતા.