નાણા પ્રધાન નિર્મલા સિતારમને કહ્યું કે આગામી અમૂક વર્ષો સુધી વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિર રિકવરી એક મુખ્ય મુદ્દો હશે. વિશ્વ પહેલા કોવિડ-19 મહામારી અને તે પછી રશિયા-યુક્રેન યુદ્ધને લીધે પિડાયુ છે.
નાણા પ્રધાન નિર્મલા સિતારમને કહ્યું કે આગામી અમૂક વર્ષો સુધી વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિર રિકવરી એક મુખ્ય મુદ્દો હશે. વિશ્વ પહેલા કોવિડ-19 મહામારી અને તે પછી રશિયા-યુક્રેન યુદ્ધને લીધે પિડાયુ છે.
દિલ્હીમાં બી20 સમિટને સંબોધતા નાણા પ્રધાને કહ્યું કે મોટા ભાગના દેશો કોવિડ મહામારીમાંથી નોંધપાત્ર રિકવર અમૂક સમય માટે થયા હતા. પરંતુ તે પછી ફરી અર્થતંત્રમાં ઘટાડો થયો હતો અને હવે સ્થિર રિકવરી માટે પ્રયત્નો થઈ રહ્યા છે. અર્થતંત્રની સ્થિર વૃદ્ધિ એ સૌથી મોટો પ્રશ્ન ફક્ત આ વર્ષ માટે જ નહીં પરંતુ આગામી ઘણા વર્ષો માટે છે.
તેમણે ઉમેર્યું કે ફક્ત કોવિડ-19 મહામારીને લીધે જ પરિસ્થિતિ બગડી નહોતી, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને લીધે ઊર્જા સંબંધિત, અનાજ સંબંધિત, ક્લાઈમેટ ચેન્જ વગેરે મુદ્દા ઉભા થયા હતા. આ બધાની વચ્ચે અર્થતંત્રમાં સ્થિર રિકવરીની ચિંતા વધી છે. વિશ્વમાં ભારતીય અર્થતંત્ર એ સૌથી ઝડપી ગતિએ વિકસતુ અર્થતંત્ર છે અને એપ્રિલ-જૂન 2023-24ના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના આંકડા સારા રહેવાનો અંદાજ છે.
સિતારમને કહ્યું કે વર્તમાન સરકાર નિયમોના અમલીકરણ ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યું છે જેના લીધે ભારતીય અર્થતંત્રની કામગીરી સારી ચાલી રહી છે. અર્થતંત્રમાં રિકવરી માટે સરકાર પાંચ પરિબળો ઉપર ધ્યાન આપી રહી છે- ફુગાવો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ખર્ચમાં વધારો, હેલ્થ અને એજ્યુકેશનમાં રોકાણ, ક્લાઈમેટ ચેન્જ ફાઈનાન્સમાં રોકાણ અને સપ્લાય ચેઈનમાં વૈવિધ્યકરણ.
કેન્દ્ર સરકાર તેમ જ રાજ્ય સરકારો દેશમાં મૂડીખર્ચ વધારવા માટે તૈયારી બતાવી રહ્યા છે અને દેશમાં પ્રાઈવેટ સેક્ટર પણ રસ દર્શાવી રહ્યા છે. વિશ્વમાં અન્ય અર્થતંત્રોની જેમ ભારત ફક્ત વ્યાજ દરને વધારીને ફુગાવાને નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કરવા માગતી નથી પરંતુ ખર્ચમાં વધારો કરવા માગે છે, એમ પણ સિતારમને કહેતા ઉમેર્યું કે ભારતના કેનેડા, યુનાઈટેડ કિંગડમ સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિયેશન સાથે પણ ટૂંક સમયમાં સહયોગ થવાથી દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.