business Idea: ટ્વિટર (એક્સ) પર અકાઉંટ બનાવી પોતાનો બિઝનેસ વધારો | Moneycontrol Gujarati
Get App

business Idea: ટ્વિટર (એક્સ) પર અકાઉંટ બનાવી પોતાનો બિઝનેસ વધારો

એક રિપોર્ટના મુજબ સમગ્ર દુનિયામાં ટ્વિટરનો ઉપયોગ કરવામાં અમેરિકા અને જાપાનની બાદ ભારત ત્રીજા નંબર પર છે. આજના સમયમાં દરેક કોઈ સોશલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાના બિઝનેસને આગળ વધારી શકે છે.

અપડેટેડ 12:23:49 PM Dec 12, 2023 પર
Story continues below Advertisement
આજના સમયમાં વધારેતર ભારતીય સોશલ મીડિયા પર પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છો, આ પ્લેટફૉર્મમાં ફેસબુક, ઈંસ્ટાગ્રામ, લિંક્ડઈન બધા સામેલ છે.

આજના સમયમાં વધારેતર ભારતીય સોશલ મીડિયા પર પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છો, આ પ્લેટફૉર્મમાં ફેસબુક, ઈંસ્ટાગ્રામ, લિંક્ડઈન બધા સામેલ છે. આજે આપણે ટ્વિટર વિશે વાત કરી રહ્યા છીએ, જે હવે X તરીકે ઓળખાય છે. જેક ડોર્સીએ 2006 માં ટ્વિટરની શરૂઆત કરી હતી, ત્યારબાદ થી જ ટ્વિટર લીડિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માંથી એક બની ગયું હતું.

ઓક્ટોબર 2022 માં દિગ્ગજ બિઝનેસમેન એલન મસ્કે તેને ખરીદી લીધું અને થોડા સમય પછી તેનું નામ X રાખ્યું.

એક રિપોર્ટના મુજબ સમગ્ર દુનિયામાં ટ્વિટરનો ઉપયોગ કરવામાં અમેરિકા અને જાપાનની બાદ ભારત ત્રીજા નંબર પર છે. આજના સમયમાં દરેક કોઈ સોશલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાના બિઝનેસને આગળ વધારી શકે છે.


ટ્વિટર અકાઉંટ માટે સાઈન અપ કરવાના સ્ટેપ અહીં આપેલા છે

સ્ટેપ 1: twitter.com/signup પર જાઓ

સ્ટેપ 2: સાઈન અપ બટન પર ક્લિક કરો

સ્ટેપ 3: તમારું એકાઉન્ટ બનાવો પોપ અપ બોક્સ દેખાશે, અને તમને તમારું નામ અને ફોન નંબર કે ઇમેઇલ જેવી માહિતી દાખલ કરવા માટે કહેવામાં આવશે.

સ્ટેપ 4: જો તમે સાઇન અપ કર્યું હોય ત્યારે તમને એક E-Mail Id મળે છે, તો તમને તરત જ એક E-Mail Id પ્રાપ્ત થશે જેમાં આ નિર્દેશ થશે કે ટ્વિટર તમારા E-Mail એડ્રેસનેની ચકાસણી કરી શકો છો.

સ્ટેપ 5: જો તમે સાઈન અપ કરતા સમય એક ફોન નંબર આપ્યો છે, તો તમારે તુરંત એક કોડની સાથે એક ટેક્સ્ટ સંદેશ પ્રાપ્ત થશે એટલે કે ટ્વિટર તમારા નંબરને સત્યાપિત કરી શકશો.

સ્ટેપ 6: તમારી જાણાકારી દાખલ કર્યા બાદ તેમાં નેક્સ્ટ પર ક્લિક કરો

સ્ટેપ 7: તમારા અનુભવને કસ્ટમાઇઝ કરો પોપ-અપ બોક્સમાં, તપાસો કે તમે વેબ પર ટ્વિટર સામગ્રી ક્યાં જુઓ છો તે ટ્રૅક કરવા માંગો છો અને આગળ ક્લિક કરો.

સ્ટેપ 8: તમારા નવા અકાઉંટ માટે તમારી સેટિંગ કસ્ટમાઈઝ કરો.

ટ્વિટર ઉપયોગ કરવાના ફાયદા

આજના સમયમાં રાજકારણીઓ, ફિલ્મ જગતના લોકો, ખેલૈયાઓ, ઉદ્યોગપતિઓ બધા જ પોતાના દર્શકો સાથે જોડાવા માટે ટ્વિટરનો ઉપયોગ કરે છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી વિપરીત, કોઈપણ સરળતાથી ટ્વિટર પર તેમની લાગણીઓ વ્યક્ત કરી શકે છે. ટ્વિટર માર્કેટિંગના ફાયદા જાણો -

પ્રેક્ષકો સુધી સરળતાથી પહોંચો: ભારતમાં સતત ટ્ટિટરના એક્ટિવ યૂઝર્સની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. તેથી જો તમે તમારા પ્રેક્ષકો સુધી પહોંચ વધારવા ઈચ્છો છો, તો ટ્વિટર એક સારૂ પ્લેટફોર્મ બની શકે છે. તમારે બસ તેના પર સતત ટ્વિટ કરવાનું ચાલુ રાખવુ પડશે.

એક સાથે ઘણા ટ્વિટ શેડ્યૂલ કરો: એક બિઝનેસના રૂપમાં તમારે આખા દિવસમાં ઘણા બધા ટ્વિટ કરવા પડશે. એવામાં જો તમે એડવાંસમાં તમારૂ કંટેંટ કેલેંડર બનાવી લે છે, તો તમે એક સાથે ઘણા બધા ટ્વિટ્સને શેડ્યૂલ કરી શકો છો.

ફીડબેક માટેનો યુઝફુલ સોર્સ: જ્યારે તમે ટ્વિટરનો ઉપયોગ કરો છો, ત્યારે લોકો તમારા બિઝનેસમાં વિશે, તમે પ્રોડક્ટ કે સર્વિસિઝના વિશે તમને ટ્વિટ કરીને ફિડબેક આપે છે. આ ફીડબેક પૉઝિટિવ, નેગેટિવ બન્ને જ થઈ શકે છે. નેગેટિવ ફીડબેકના દ્વારા તમે તમારી પ્રોડક્ટ/સર્વિસમાં, આફ્ટર સેલ સર્વિસમાં કે ઓવરઑલ બિઝનેસમાં સુધારો લાવી શકો છો.

વેબસાઈટ પર ટ્રાફિક વધારવાનો રસ્તો: એક બિઝનેસના રૂપમાં જ્યારે તમે તમારૂ ટ્વિટર અકાઉંટ બનાવો છો, તો તમે તેમાં તમારી વેબસાઈટની લિંક જરૂર યૂઝ કરો. જો કોઈ ટ્વિટર યૂઝર તમારી પ્રોફાઈલને વિઝિટ કરે છે, તો જાહેર છે કે તમારી વેબસાઈટની લિંક પણ વિઝિટ કરશે, આ પ્રકાર તમારી વેબસાઈટનો ટ્રાફિક વધે છે.

Today's Broker's Top Picks: ઈન્ફોસિસ, ડિક્સન ટેક્નોલોજી, એસબીઆઈ, જીએસપીએલ અને ઓરોબિંદો ફાર્મા છે બ્રોકરેજના રડાર પર

અન્ય તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જેમ, તમે પણ તમારા વ્યવસાયના માર્કેટિંગ અને વૃદ્ધિ માટે ટ્વિટરનો ઉપયોગ કરી શકો છો. જાણો તેની રીત -

વિશ્લેષણનો ઉપયોગ કરો - અન્ય તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જેમ, ટ્વિટર પણ અમને પ્રોફાઇલ્સનું વિશ્લેષણ કરવાની મંજૂરી આપે છે. આમાં તમે જાણી શકો છો કે તમારા કયા ટ્વીટ પર કેટલી એન્ગેજમેન્ટ આવી છે, કયા સમયે તમારા ફોલોઅર્સ સૌથી વધુ એક્ટિવ છે. આવી ઘણી બાબતો જાણીને, તમે તમારી ટ્વિટર સ્ટ્રેટેજીને મૉડિફાઈ કરી શકો છો અને તમારી ટ્વિટર પ્રોફાઇલ પર વધારેથી વધારે ઈંગેજમેંટ લાવી શકો છો.

પીક અવર્સ ઓળખો - જ્યારે તમે ટ્વિટર એનાલિટિક્સનો ઉપયોગ કરો છો, ત્યારે તમે તમારી પ્રોફાઇલના પીક અવર્સ શું છે તે જાણી શકશો. હવે તમારે ફક્ત આ પીક અવર દરમિયાન જ તે ટ્વિટ્સને ટ્વિટ કરવાનું છે કે જેના પર તમે વધુ ઈંગેજમેંટ કરવા માંગો છો. આ સાથે, હેશટેગ્સનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં, ટ્વિટર પર જોડાણ વધારવાનો શ્રેષ્ઠ માર્ગ સંબંધિત હેશટેગ્સનો ઉપયોગ કરવો. રિલેવેંટ હેશટેગ્સની સાથે ટ્વિટ કરીને, તમારી ટ્વિટને વધારે થી વધારે લોકો સુધી પહોંચે છે.

કંટેંટ કેલેંડર તૈયાર કરો -જ્યારે તમે તમારી પ્રોફાઇલનું વિશ્લેષણ કરો છો, ત્યારે તમે સમજી શકશો કે તમારી કયા પ્રકારની ટ્વીટ્સ વધારે ઈંગેજમેંટ થઈ રહી છે અને તમારે કયા સમયે ટ્વિટ કરવું જોઈએ. તેના હિસાબથી એડવાંસમાં તમારે તમારું કંટેંટ કેલેંડર તૈયાર કરવું જોઈએ. ત્યારબાદ તમે તેમાંથી વધારેતર ટ્વીટ્સને એડવાંસમાં શેડ્યૂલ પણ કરી શકો છો.

કંસિસ્ટેંટ અને રિલેવેંટ ટ્વિટ કરો -કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તમારા વ્યવસાયને વધારવા માટે, માત્ર ટ્વિટર જ નહીં, તમારે કંસિસ્ટેંટ રહેવું પડશે. તે ખૂબ જ જરૂરી છે કે તમે સતત રિલેવેંટ ટ્વિટ કરવાનું ચાલુ રાખો. જો તમારા ટ્વીટ્સમાં થોડો ગેપ આવે છે, તો શક્ય છે કે ફૉલોઅર્સ તમારાથી દૂર થઈ શકે છે.

ઇન્ફ્લુએંસર્સ માર્કેટિંગ સારી પદ્ધતિ -ઇન્ફ્લુએંસર્સની માર્કેટિંગ એ માર્કેટિંગની સારી પદ્ધતિ છે. આ કામમાં, તમે તમારા બિઝનેસને આગળ વધારવા માટે ટ્વિટર પર ઈન્ફ્લુએંસર્સના કોલેબ કરી શકો છો. તેમાં તો તમે સીધા જ ઈન્ફ્લુએંસર્સથી કોંટેક્ટ કરી શકે છે અથવા માર્કેટિંગ કંપનીઓ સાથે વાત કરી શકો છો, જો ઈંફ્લુંસર્સ અને બિઝનેસને જોડવાનું કામ કરે છે.

ટ્વિટર આજે ફેસબુક અને ઈંસ્ટાગ્રામની રીતે એક મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચુક્યા છે અને આજના ડિજિટલ યુગમાં ટ્વિટરને ઈગ્નોર નહીં કરવામાં આવી શકે. જો તમે પણ તમારા બિઝનેસને મોટા બિઝનેસ બનાવા ઈચ્છો છો, તો આ ટિપ્સ તમને તમારા બિઝનેસના ટ્વિટર પ્રોફાઈલને વધારવામાં અને બિઝનેસ માટે લીડ્સ જનરેશનમાં તમારી ખુબ મદદ કરી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 12, 2023 12:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.