Credit Suisseના શેરમાં 63 ટકાનો ઘટાડો, UBSના શેરમાં 14 ટકાનો ઘટાડો, જાણો શું છે કારણ - Credit Suisse shares down 63%, UBS shares down 14%, find out why | Moneycontrol Gujarati
Get App

Credit Suisseના શેરમાં 63 ટકાનો ઘટાડો, UBSના શેરમાં 14 ટકાનો ઘટાડો, જાણો શું છે કારણ

આજે ક્રેડિટ સ્વિસના શેરોમાં શરૂઆતી કારોબારમાં 63%નો ઘટાડો દર્જ કર્યો છે. જ્યારે, સ્વિસ સ્ટૉક એક્સચેન્જમાં શરૂઆતી કારોબારીમાં યૂબીએસ શેર 14 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. યુરોપના બેન્કિંગ ઇન્ડેક્સ લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

અપડેટેડ 06:03:06 PM Mar 20, 2023 પર
Story continues below Advertisement

બેન્કિંગ સંકટની આશંકાને કારણે દુનિયાભરના બજારમાં વેચવાલીનું દબાણ છે. યૂબીએસ ગ્રુપ સ્વિટ્ઝરલેન્ડના બેન્ક ક્રેડિટ સ્વિસ (Credit Suisse)ને લગભગ 3.25 અરબ ડૉલરમાં ખરીદવા જઈ રહી છે. તેના કારણે આજે યૂરોપિયન માર્કેટમાં ક્રેડિટ સ્વિસના શેરોમાં શરૂઆતી કારોબારમાં 63 ટકાનો ઘટાડો દર્જ કર્યો છે. જ્યારે, સ્વિસ સ્ટૉક એક્સચેન્જમાં શરૂઆતી કારોબારમાં યૂબીએસના શેર 14 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. યૂરોપના બેન્કિંગ ઈન્ડેક્સ લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ING, Deutsche બેન્ક અને Barclays સહેત તમામ લેન્ડર્સના શેરોમાં 4 ટકાથી વધું ઘટાડો આવ્યો છે.

ક્રેડિટ સ્વિસે ગુરુવારે કહ્યું હતું કે તે તેના શેરોના ઘટાડા બાદ સ્વિસ સેન્ટ્રલ બેન્ક (કેન્દ્રીય બેન્ક)થી 54 અરબ ડૉલર સુધીનું લોન લીઘો છે. જો કે તેમાં પણ બેન્કના ગ્રાહક અને રોકાણકારો આશ્વસ્ત નથી. તેના બાદ સ્વિસ્જરલેન્ડના અધીકારિયોએ યૂબીએસતી સંકટગ્રસ્ત બેન્કના અધિગ્રહણ કરવાનો અનુરોધ કર્યા છે.

સ્વિસ્જરલેન્ડના રાષ્ટ્રપતિ અલેન બરસેતે કહ્યું કે તે ડીલ અંતરાષ્ટ્રીય નાણાકીય સેક્ટરની સ્થિરતા માટે એક મોટો પગલો છે. તેમણે કહ્યું કે, "ક્રેડિટ સુઈસના અનિયંત્રિત તરીકાથી પતન દેશ અને અંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રણાલી માટે ખૂબ મોટી પરેશાની ઊભા કરી દીધી છે."


દેશની કાર્યકારી શાખા, સાત સદસ્યીય શાસી નિકાયે એક આપાત અધ્યાદેશ ચાલુ કરી છે જેમાં શેરધારકોની મંજૂરીને બગેર બેન્કના વિલયને મંજૂરી આપી છે. ક્રેડિટ સુઈસના ચેરમેન એક્સએલ લેહમાને આ ડીલ એક મોટી બદલાવ લાવા કહ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 20, 2023 5:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.