એલોન મસ્કની ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EVs) મેન્યુફેક્ચરિંગ જાયન્ટ ટેસ્લા (Tesla) ભારતમાં રોકાણ કરવા માંગે છે. આ અંગે તેમણે મંગળવારે કહ્યું કે તેઓ આ રોકાણ શક્ય તેટલું જલ્દી કરવા માંગે છે. ન્યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ તેમણે આ વાત કહી. પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે
એલોન મસ્કની ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EVs) મેન્યુફેક્ચરિંગ જાયન્ટ ટેસ્લા (Tesla) ભારતમાં રોકાણ કરવા માંગે છે.
એલોન મસ્કની ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EVs) મેન્યુફેક્ચરિંગ જાયન્ટ ટેસ્લા (Tesla) ભારતમાં રોકાણ કરવા માંગે છે. આ અંગે તેમણે મંગળવારે કહ્યું કે તેઓ આ રોકાણ શક્ય તેટલું જલ્દી કરવા માંગે છે. ન્યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ તેમણે આ વાત કહી. પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. અગાઉ સૂત્રોએ સમાચાર એજન્સી રોઇટર્સને માહિતી આપી હતી કે મસ્ક ભારતમાં મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપવાની તેમની યોજના વિશે મોદીને જાણ કરશે. પીએમ મોદીને મળ્યા બાદ મસ્કે ભારતમાં ટેસ્લાની રોકાણ યોજના વિશે જણાવ્યું અને કહ્યું કે તેઓ આવતા વર્ષે ભારત આવવાની યોજના ધરાવે છે.
પોતાને ગણાવ્યા પીએમ મોદીના ફેન
મસ્કે કહ્યું કે તેઓ પીએમ મોદીનો તેમના સહયોગ માટે આભાર માનવા માંગે છે અને આશા છે કે ટૂંક સમયમાં કંઈક જાહેર કરવામાં આવશે. મસ્કે કહ્યું કે તે પીએમ મોદીના ફેન છે. સમાચાર એજન્સી ANI દ્વારા કરવામાં આવેલા એક વીડિયો ટ્વીટમાં મસ્ક કહી રહ્યા છે કે પીએમ મોદીએ થોડા વર્ષો પહેલા કેલિફોર્નિયામાં ટેસ્લા ફેક્ટરીની મુલાકાત લીધી હતી.
એલોન મસ્ક શા માટે ભારતમાં રોકાણ કરવામાં રસ ધરાવે છે?
ઈલોન મસ્ક કહે છે કે ભારત વિશ્વના તમામ મોટા દેશોમાં સૌથી વધુ ભરોસાપાત્ર છે. પીએમ મોદી વિશે મસ્કે કહ્યું કે તેઓ ખરેખર ભારતની ખૂબ કાળજી રાખે છે કારણ કે તેઓ ભારતમાં મોટા રોકાણને પ્રોત્સાહિત કરી રહ્યા છે. મસ્કની કંપની ટેસ્લા પણ આવું જ કરવાની તૈયારી કરી રહી છે અને તેના માટે યોગ્ય સમય શોધી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં સૌર ઉર્જા, સ્થિર બેટરી પેક અને ઈલેક્ટ્રીક વાહનોમાં અપાર સંભાવનાઓ છે.
ટેસ્લા સિવાય ભારત માટે મસ્કની શું યોજના છે?
એલોન મસ્ક ટેસ્લાના રોકાણ માટે જ પ્લાનિંગ કરી રહ્યા છે. તે પોતાની બીજી કંપની સ્પેસએક્સને પણ ભારતમાં લાવવાની યોજના બનાવી રહ્યો છે. સ્પેસએક્સના સીઈઓ મસ્કે પણ ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાના પ્રવેશ માટે આશા વ્યક્ત કરી છે.
ટેસ્લાની કાર કેટલી આગળ વધી છે
ટેસ્લાના અધિકારીઓ ગયા મહિને ભારત આવ્યા હતા. તેમણે કાર અને બેટરી માટે મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપવા માટે અહીં ભારતીય અમલદારો અને મંત્રીઓ સાથે વાતચીત કરી હતી. મસ્કે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં નવી ફેક્ટરી સાઇટની શોધ પૂર્ણ થઈ જશે અને નવા પ્લાન્ટ માટે ભારત શ્રેષ્ઠ સ્થળ છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે અમેરિકન કંપનીઓ ચીન પરની તેમની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે અને આ સંદર્ભમાં ટેસ્લા ચીનની બહાર પણ વિકલ્પો શોધી રહી છે. ગયા વર્ષે, ટેસ્લાએ ઊંચા આયાત ટેક્સને કારણે ભારતમાં તેની એન્ટ્રી યોજના મુલતવી રાખી હતી.