Gofirst સર્વિસ ટૂંક સમયમાં ફરી થઈ શકે છે શરૂ, વાડિયા ગ્રૂપે કામગીરી શરૂ કરવા માટે બેન્કો પાસેથી માંગી લોન - gofirst may resume its operations soon wadia group approaches banks for fresh debt | Moneycontrol Gujarati
Get App

Gofirst સર્વિસ ટૂંક સમયમાં ફરી થઈ શકે છે શરૂ, વાડિયા ગ્રૂપે કામગીરી શરૂ કરવા માટે બેન્કો પાસેથી માંગી લોન

GoFirstએ 10 મેના રોજ ઇનસોલ્વેન્સીની અરજી દાખલ કરી હતી. તેમણે તેની તમામ હવાઈ સર્વિસ બંધ કરવાની પણ જાહેરાત કરી હતી. NCLTએ કંપનીની અરજી સ્વીકારી લીધી છે. તેમણે તેને ઇનસોલ્વેન્સીનું રક્ષણ આપ્યું છે અને લેઝર્સને તેમના વિમાનો ફરીથી પાછા મેળવવાની મંજૂરી આપી નથી.

અપડેટેડ 01:45:35 PM Jun 01, 2023 પર
Story continues below Advertisement
GoFirst દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બેન્ક ઓફ બરોડા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ડોઇશ બેન્ક અને IDBI બેન્કે GoFirstને 6,521 કરોડ રૂપિયાની લોન આપી છે. સેન્ટ્રલ બેન્ક દ્વારા સૌથી વધુ 1,987 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે.

GoFirst: વાડિયા ગ્રુપ શક્ય તેટલી વહેલી તકે GoFirstની ફ્લાઇટ સર્વિસ ફરી શરૂ કરવા માટે કેપિટલ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેણે 225 કરોડ રૂપિયાની લોન લેવા માટે બેન્કો અને અન્ય સંસ્થાઓ સાથે વાતચીત શરૂ કરી છે. કેસ સાથે જોડાયેલા લોકોએ આ જાણકારી આપી. આ એરલાઈનને લોન આપનાર બેન્કોમાંથી એકે કહ્યું કે GoFirst એ સર્વિસ શરૂ કરવા માટે લોન માંગી છે. કંપની રૂપિયા 225 કરોડની નવી લોન માંગે છે. નાદાર કંપની તેની સર્વિસ ચાલુ રાખવા માટે IRP (Interim Resolution Professional) દ્વારા લોન લઈ શકે છે.

બેન્કો NCLTના ફ્રેમવર્ક હેઠળ આપી શકે છે લોન

બેન્કોએ જણાવ્યું છે કે NCLTમાં કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) હેઠળ ઇનસોલ્વેન્સીની પ્રોસેસ શરૂ થઈ હોવાથી લોન આપતી બેન્કો GoFirstની માંગ પર વિચાર કરી રહી છે. જો કે, એક બેન્કે કહ્યું કે બેન્કો NCLTના ફ્રેમવર્ક હેઠળ જ લોન આપવાનો પ્રયાસ કરશે. અગાઉ એવા અહેવાલ હતા કે બેન્કોએ કહ્યું છે કે જ્યાં સુધી રિઝોલ્યુશન પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ GoFirstને લોન નહીં આપે.


એરલાઈને સેક્સન 10 હેઠળ ફાઇલ કરી છે અરજી

આ મામલાને લગતા એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે કહ્યું કે GoFirst દ્વારા કર્મચારીઓને પગાર ચૂકવવા અને સર્વિસ ફરી શરૂ કરવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને એરપોર્ટને લોન ચૂકવવાના પ્રયાસો શરૂ કર્યા પછી બેન્કોના વલણમાં આ પરિવર્તન આવ્યું છે. GoFirstએ કલમ 7 અને 9ને બદલે કલમ 10 હેઠળ ઇનસોલ્વેન્સી નોંધાવી છે. કલમ 10 એવી જોગવાઈ કરે છે કે ઉધાર લેનાર કંપની તેની પોતાની ઇનસોલ્વેન્સી માટે કાર્યવાહી શરૂ કરી શકે છે. બેન્કો કલમ 7 અને 9 હેઠળ પિટિશન ફાઇલ કરે છે, જેમાં લોન લેનાર કંપની વિરુદ્ધ NCLTમાં ફરિયાદ કરવામાં આવે છે.

આ બેન્કોએ આપી છે જંગી લોન

GoFirst દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બેન્ક ઓફ બરોડા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ડોઇશ બેન્ક અને IDBI બેન્કે GoFirstને 6,521 કરોડ રૂપિયાની લોન આપી છે. સેન્ટ્રલ બેન્ક દ્વારા સૌથી વધુ 1,987 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. બેન્ક ઓફ બરોડાએ 1,430 કરોડની લોન આપી છે. ડોઇશ બેન્કે રૂપિયા 1,320 કરોડની લોન આપી છે. IDBI બેન્કે 58 કરોડની લોન આપી છે. Acuite Ratings and Research એ 19 જાન્યુઆરીએ પોતાના રિપોર્ટમાં આ માહિતી આપી હતી.

10 મેના રોજ ઇનસોલ્વેન્સીની અરજી દાખલ કરવામાં આવી હતી

આ એરલાઈન્સે 10 મેના રોજ ઇનસોલ્વેન્સીની અરજી દાખલ કરી હતી. તેણે તેની તમામ હવાઈ સર્વિસ બંધ કરવાની પણ જાહેરાત કરી હતી. NCLTએ કંપનીની અરજી સ્વીકારી લીધી છે. તેણે તેને ઇનસોલ્વેન્સી સુરક્ષા આપી છે અને લેસરોને તેમના વિમાનો પાછા લેવાની મંજૂરી આપી નથી. તેની અરજીમાં, Gofirstએ તેની મુશ્કેલીઓ માટે પ્રેટ એન્ડ વ્હિટનીને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું છે કે આ કંપનીએ સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIAC)ના નિર્ણયને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. SIAC એ એરલાઈન્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચો - એલન મસ્ક ફરીથી બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, LVMH ના બર્નાર્ડ આર્નોલ્ટને છોડ્યા પાછળ

MoneyControl News

MoneyControl News

First Published: Jun 01, 2023 1:45 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.