GST collection: GST કલેક્શન સતત વધી રહ્યું છે. મે મહિનામાં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) કલેક્શન 16.4 ટકા વધીને 2.01 લાખ કરોડ રુપિયાથી વધુ થયું છે. રવિવારે જાહેર કરાયેલા સરકારી ડેટામાં આ માહિતી આપવામાં આવી હતી. અગાઉ, એપ્રિલમાં, GST કલેક્શન 2.37 લાખ કરોડ રુપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. મે મહિનામાં, સ્થાનિક વ્યવહારોમાંથી કુલ GST આવક 13.7 ટકા વધીને 1.50 લાખ કરોડ રુપિયા થઈ હતી. જ્યારે આયાતમાંથી GST કલેક્શન 25.2 ટકા વધીને 51,266 કરોડ રુપિયા થયું હતું.
સેન્ટ્રલ જીએસટીની આવક રુપિયા 35,434 કરોડ રહી
મે મહિનામાં કેન્દ્રીય જીએસટીની કુલ આવક રુપિયા 35,434 કરોડ હતી, રાજ્યની જીએસટી આવક રુપિયા 43,902 કરોડ હતી અને સંકલિત જીએસટી કલેક્શન આશરે રુપિયા 1.09 લાખ કરોડ હતું. સેસમાંથી આવક રુપિયા 12,879 કરોડ રહી હતી. મે, 2024માં GST કલેક્શન રુપિયા 1,72,739 કરોડ હતું. દરમિયાન, મહિના દરમિયાન કુલ રિફંડ 4 ટકા ઘટીને રુપિયા 27,210 કરોડ થયું હતું. મહિના દરમિયાન નેટ GST કલેક્શન આશરે રુપિયા 1.74 લાખ કરોડ રહ્યું હતું, જે વાર્ષિક ધોરણે 20.4 ટકાની વૃદ્ધિ નોંધાવે છે.
આ રાજ્યોમાંથી સૌથી વધુ વૃદ્ધિ