સરકારે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગમાં ભારતને આત્મનિર્ભર બનાવવા, આ ક્ષેત્રમાં મોટું રોકાણ આકર્ષવા અને રોજગારની તકો ઊભી કરવા માટે 22,919 કરોડ રૂપિયાના પ્લાનને મંજૂરી આપી છે. આ દેશની પ્રથમ એવી યોજના છે જે નિષ્ક્રિય ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે. કેન્દ્રીય મંત્રીમંડળે ‘ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ’ને મંજૂરી આપી, જેનો હેતુ ગ્લોબલ અને લોકલ ઇન્વેસ્ટને આકર્ષીને ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પરિવેશમાં મજબૂત સપ્લાય ચેઇન વિકસાવવાનો છે. આ પહેલથી ક્ષમતા અને યોગ્યતા વિકાસ થશે અને ભારતીય કંપનીઓને ગ્લોબલ સપ્લાય ચેઇન (GVC) સાથે જોડીને ઘરેલું મૂલ્યવર્ધન (DVA)માં પણ વધારો થવાની આશા છે.