HCL Tech News: આઇટી સેક્ટરની દિગ્ગજ કંપની એચસીએલ ટેકે વેરિઝોન બિઝનેસ (Verizon Business)ની સાથે એક મોટો કારોબારી ડીલ કરી છે. કંપનીએ 10 ઓગસ્ટે એક્સચેન્જ ફાઇલિંગમાં જાણકારી આપી હતી કે તેણે વેરિઝોન બિઝનેસ સાથે 210 કરોડ ડૉલરની ડીલ પર સાઈન કરી છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ખરાબ પ્રદર્શન બાદ આ ડીલ દેશની ત્રીજી સૌથી મોટી આઈટી સેવા કંપીન માટે એક મોટી ઉપલબ્ધિ છે. નાણાકીય વર્ષ 2024ના પેહલા ક્વાર્ટરમાં એચસીએલ ટેકે 156 કરોડ ડૉલરની ડેલ પ્રાપ્ત કરી હતી જ્યારે તેના પહેલાના સાત ક્વાર્ટરમાં 200 કરોડ ડૉલરથી વધુંની ડીલ મળી હતી.