લગભગ 5.5 કરોડ લિટર ઓઈલ યુરોપમાં નિકાસ કરે છે ભારત, ભારતમાં ક્રૂડ ઓઈલની આયાત 138 ટકા વધી - India exports around 5.5 crore liters of oil to Europe, India's crude oil imports up 138 percent | Moneycontrol Gujarati
Get App

લગભગ 5.5 કરોડ લિટર ઓઈલ યુરોપમાં નિકાસ કરે છે ભારત, ભારતમાં ક્રૂડ ઓઈલની આયાત 138 ટકા વધી

આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને એમિરેટ્સ NBDના ધર્મેશ ભાટિયા પાસેથી.

અપડેટેડ 01:37:02 PM May 18, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    ભારત ક્રૂડ ઓઈલ ઈમ્પોર્ટ કરીએ છે. રશિયા પાસેથી સસ્તા ભાવ પર મળી જાય છે અને પચી તેના રિફાઈન કરવામાં આવે છે ભારતમાં રિપાઈનરિ જે છે તેની તાકત ખૂબ મોટી છે અને તેના રિફાઈન કર્યા બાદ તેને એક્સપોર્ટ કરવામાં આવે છે. તેના માટે ખૂબ મોટો ફંડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરત હોય છે. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને એમિરેટ્સ NBDના ધર્મેશ ભાટિયા પાસેથી.

    માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે ભારતે યુરોપને ઓઈલ વેચવાના મામલે સાઉદી અરેબિયાને પાછળ છોડ્યું છે. લગભગ 5.5 કરોડ લિટર ઓઈલ ભારત યુરોપમાં નિકાસ કરે છે. ઈરાકથી સહુથી વધુ ક્રૂડ આયાત થતું હતું. આયાતમાં ભારત બીજા નંબર પર હતું.

    જગદીશ ઠક્કરે આગળ કહ્યું છે કે રશિયા પાસેથી સીધા ક્રૂડ ખરીદવા પર અમેરિકાનો પ્રતિબંધ દેખાયો હતો. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતની તાકાત વધી રહી છે. રશિયા પાસેથી ભારતને આંતરરાષ્ટ્રીય બજાર કરતાં ઓછા ભાવમાં ઓઈલ મળ્યું છે. રશિયાથી ભારતમાં ક્રૂડ ઓઈલની આયાત ગત વર્ષની સરખામણીએ 138 ટકા વધી છે.


    માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરની પસંદગીના શેર્સ -

    Reliance -

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    MRPL -

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    એમિરેટ્સ NBDના ધર્મેશ ભાટિયાનું કહેવું છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ આયાત કરી યુરોપને નિકાસ કર્યું છે. ભારતની રિફાઈનરીએ ક્રૂડને રિફાઈન કરી યુરોપિયન દેશોને નિકાસ કર્યું છે. ભારતમાં ઓઈલ રિફાઈન કરવું ખૂબ સસ્તું થયું છે. આથી ક્રૂડ ભારત આવે ત્યારબાદ રિફાઈન થઈ યૂરોપ એક્સપોર્ટ થાય છે.

    ધર્મેશ ભાટિયાના મતે રિલાયન્સ, બીપીસીએલ અને આઈઓસીએલ જેવી મોટી કંપનીઓ ઓઇલ રિફાઇનિંગમાં માહેર છે. ચીન, ભારત, સિંગાપોર અને UAE જેવા 'લોન્ડ્રોમેટ કન્ટ્રીઝ' દેશો છે. રશિયાથી ચીન, ભારત, સિંગાપોર, UAE અને તુર્કીમાં ઓઈલની આયાત 140 ટકા વધી છે.

    ધર્મેશ ભાટિયાના અનુસાર ભારતીય રિફાઈનરી કંપનીઓ યુરોપને ઓઈલ વેચીને મોટો નફો મેળવ્યો છે. ઓછી કિંમતે ક્રૂડ ઓઈલની ઉપલબ્ધતાને કારણે ભારતીય કંપનીઓનું રિફાઈનિંગ માર્જિન પણ વધ્યું છે.

    એમિરેટ્સ NBDના ધર્મેશ ભાટિયાની પસંદગીના શેર્સ -

    Crude -

    આ શેરમાં 6500 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: May 18, 2023 1:37 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.