Indian economy: માત્ર અઢી વર્ષમાં ભારતની GDP જર્મનીને કરી લેશે ક્રોસ, બનશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
GDP of india: બીજા ક્વાર્ટરમાં વર્તમાન ભાવો પર ભારતની GDP રૂપિયા 71.66 લાખ કરોડ હતી. આના કારણે દેશમાં માથાદીઠ વાર્ષિક આવક વધીને રૂપિયા 2.01 લાખ થઈ ગઈ છે. ડોલરમાં આ અંદાજે $2,436 વાર્ષિક છે. આ નાણાકીય વર્ષ (2023-24) ના પ્રથમ છ મહિનામાં અર્થતંત્રનો વિકાસ 7.7 ટકા હતો. જો GDPમાં આ વૃદ્ધિ ચાલુ રહેશે તો સપ્ટેમ્બર 2030 સુધીમાં દેશમાં માથાદીઠ આવક વધીને વાર્ષિક $3,600 થઈ શકે છે.
Indian economy: કન્સ્ટ્રક્શન એ બીજા નંબરનું સૌથી વધુ યોગદાન ધરાવતું સેક્ટર બન્યું છે.
Indian economy: આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 7.6 ટકા હતો. જે ગત નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં 6.2 ટકાની ગ્રોથ કરતા ઘણો વધારે છે. બીજા ક્વાર્ટરમાં વર્તમાન રેટ પર ભારતની GDP રૂપિયા 71.66 લાખ કરોડ હતી. આના કારણે દેશમાં માથાદીઠ વાર્ષિક આવક વધીને રૂપિયા 2.01 લાખ થઈ ગઈ છે. ડોલરમાં આ અંદાજે $2,436 વાર્ષિક છે. આ નાણાકીય વર્ષ (2023-24) ના પ્રથમ છ મહિનામાં અર્થતંત્રનો વિકાસ 7.7 ટકા હતો. જો GDPમાં આ ગ્રોથ વધુ ચાલુ રહેશે તો સપ્ટેમ્બર 2030 સુધીમાં દેશમાં માથાદીઠ આવક વધીને વાર્ષિક $3,600 થઈ શકે છે. 2014માં માથાદીઠ આવક માંડ $1,560 વાર્ષિક હતી. બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિમાં તમામ સેક્ટરોએ યોગદાન આપ્યું છે. પરંતુ, સૌથી મોટો ફાળો મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 13.3 ટકા હતો.
આ સેક્ટરો વધુ યોગદાન આપે છે
કન્સ્ટ્રક્શન એ બીજા નંબરનું સૌથી વધુ યોગદાન ધરાવતું સેક્ટર બન્યું છે. તેની વૃદ્ધિ 13.3 ટકા રહી છે. વીજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય યુટિલિટી સર્વિસીજનો ગ્રોથ 10.1 ટકા રહ્યો છે. માઇનિંગ ઇન્ડસ્ટ્રીમાં 10 ટકા ગ્રોથ સાથે GDPમાં ફાળો આપ્યો. સર્વિસ સેક્ટરનો ગ્રોથ બહુ સારો નહોતો. કૃષિ સેક્ટરનો વિકાસ ચિંતાજનક રહ્યો છે. આ સેક્ટરનો વિકાસ માત્ર 1.2 ટકા રહ્યો છે. પરંતુ, આ માટે કોઈ મૂળભૂત કારણ નથી. અપૂરતા ચોમાસાના વરસાદને કારણે કૃષિ સેક્ટરની કામગીરી નબળી રહી હતી.
આત્મનિર્ભર ભારત નીતિની અસર
મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત નીતિની સફળતા સૂચવે છે. દરેક સેક્ટરમાં નવા ઉત્પાદન એકમો આવી રહ્યા છે. જેમાં ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, મશીનરી, સોલાર ઈક્વિપમેન્ટ, ડિફેન્સ ઈક્વિપમેન્ટ, કેમિકલ્સ, રમકડાં, ટેક્સટાઈલ વગેરેનો સમાવેશ થાય છે. પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) પોલિસી હેઠળ લેપટોપ અને સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થશે.
આર્થિક ગતિવિધિઓમાં ઝડપી વૃદ્ધિના સંકેત
કોલસો, સ્ટીલ, સિમેન્ટ, ખાણકામ અને વીજ ઉત્પાદનમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. કોલસા ઉત્પાદનની વૃદ્ધિ 16.3 ટકા હતી. સિમેન્ટ ઉત્પાદનની વૃદ્ધિ 10.2 ટકા હતી. સ્ટીલ ઉત્પાદનમાં 19.5 ટકાનો વધારો થયો છે. ખાણકામની 11.5 ટકા વૃદ્ધિ પણ નોંધનીય છે. હવાઈ મુસાફરોની સંખ્યામાં 22.7 ટકાનો વધારો થયો છે. બેંક ડિપોઝિટમાં 11.5 ટકાનો વધારો થયો છે. બેંકોના લોન વિતરણમાં 13 ટકાનો વધારો થયો છે. આ તમામ ડેટા દર્શાવે છે કે દેશમાં આર્થિક વાતાવરણ સુધરી રહ્યું છે. એ સમજવાની જરૂર છે કે મેન્યુફેક્ચરિંગમાં વૃદ્ધિનો સીધો સંબંધ નવી નોકરીની તકો સાથે છે. તેમાં કોઈ શંકા નથી કે સેવા સેક્ટર કરતાં ઉત્પાદન સેક્ટરે નોકરીની તકો ઘણી વધારે છે.
ભારત જર્મનીથી આગળ નીકળી જશે
જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન GDP ગ્રોથ 7.6 ટકા હતો. ચીનમાં વૃદ્ધિ માત્ર 4.9 ટકા હતી. રશિયામાં તે 5.5 ટકા હતો. અમેરિકામાં તે 5.2 ટકા હતો. GDPના મામલે જર્મની હાલમાં ભારત કરતા બે સ્ટેપ આગળ છે. જર્મનીના GDPમાં 0.4 ટકાનો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, જો ભારતનો વર્તમાન વિકાસ ચાલુ રહે છે, તો આ નાણાકીય વર્ષના અંતે તેની GDP 3.5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. જો જર્મનીનો $4.1 ટ્રિલિયનનો GDP 0.4 ટકા ઘટશે, તો તેનો GDP ઘટીને $4.08 ટ્રિલિયન થઈ જશે. ત્યારે ભારતની GDP જર્મની કરતા માત્ર 600 અબજ ડોલર ઓછી હશે. જો ભારતનો આ વિકાસ ચાલુ રહેશે તો આગામી અઢી વર્ષમાં ભારતની GDP જર્મનીના GDP કરતાં વધી જશે.