ભારતીય મૂળના અજય બંગા વિશ્વ બેન્કના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા, 2 જૂને કાર્યભાર સંભાળશે
ભારતીય મૂળના અજય બંગા વિશ્વ બેન્કના આગામી પ્રમુખ બનશે. વિશ્વ બેન્કના 25 સભ્યોના બોર્ડે બુધવારે 3 મેના રોજ તેમના નામને મંજૂરી આપી હતી. અજય બંગા 2 જૂને વર્લ્ડ બેન્કનો ચાર્જ સંભાળશે અને તેમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. મળતી માહિતી મુજબ અજય બંગા આ પદ માટે બિનહરીફ ચૂંટાયા છે.
મળતી માહિતી મુજબ અજય બંગા આ પદ માટે બિનહરીફ ચૂંટાયા છે. બંગા અગાઉ માસ્ટરકાર્ડના ભૂતપૂર્વ સીઈઓ હતા.
ભારતીય મૂળના અજય બંગા વિશ્વ બેન્કના આગામી પ્રમુખ બનશે. વિશ્વ બેન્કના 25 સભ્યોના બોર્ડે બુધવારે 3 મેના રોજ તેમના નામને મંજૂરી આપી હતી. અજય બંગા 2 જૂને વર્લ્ડ બેન્કનો ચાર્જ સંભાળશે અને તેમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. મળતી માહિતી મુજબ અજય બંગા આ પદ માટે બિનહરીફ ચૂંટાયા છે. બંગા અગાઉ માસ્ટરકાર્ડના ભૂતપૂર્વ સીઈઓ હતા. બંગા ફાઇનાન્સ અને ડેવલપમેન્ટમાં બહોળો અનુભવ લાવે છે અને તેને ક્લાઇમેટ ચેન્જ અને અન્ય વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે વિશ્વ બેન્કને મજબૂત બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.
યુએસ પ્રમુખ જો બિડેને ફેબ્રુઆરીના અંતમાં વિશ્વ બેન્કના પ્રમુખ પદ માટે અજય બંગાને નોમિનેટ કર્યા હતા. બિડેને તે સમયે કહ્યું હતું કે, "ઇતિહાસના આ નિર્ણાયક સમયે વિશ્વ બેન્કનું નેતૃત્વ કરવા માટે બંગા એકદમ યોગ્ય વ્યક્તિ છે." તેમણે ઉમેર્યું, "આપણા સમયના સૌથી વધુ મહત્ત્વના પડકારો, જેમ કે આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે જાહેર અને ખાનગી સંસાધનોને એકત્રીત કરવાનો બંગા પાસે નોંધપાત્ર અનુભવ છે," તેમણે ઉમેર્યું.
બંગા 2 જૂને ડેવિડ માલપાસનું સ્થાન લેશે. ડેવિડ અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ યુએસ ટ્રેઝરી અધિકારી છે. તેમની નિમણૂક અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. માલપાસનો કાર્યકાળ હજુ 2024 સુધી બાકી હતો, પરંતુ તેણે અંગત કારણોસર આ પદ છોડવાનો નિર્ણય કરી લીધો છે.
જાણો કોણ છે અજય બંગા
તેમનું પૂરું નામ અજયપાલ સિંહ બંગા છે. અજય હાલમાં જનરલ એટલાન્ટિકના વાઈસ-ચેરમેન છે, જે વિશ્વની સૌથી મોટી ખાનગી ઈક્વિટી કંપનીઓમાંની એક છે. આ પહેલા તેઓ ક્રેડિટ કાર્ડની મુખ્ય કંપની માસ્ટરકાર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન અને સીઈઓ હતા.
અજય બંગા પાસે લગભગ 30 વર્ષનો બિઝનેસ અનુભવ છે. માસ્ટરકાર્ડમાં વિવિધ ભૂમિકાઓમાં સેવા આપવા ઉપરાંત, તેમણે અમેરિકન રેડ ક્રોસ, ક્રાફ્ટ ફૂડ્સ અને ડાઉ ઇન્કના બોર્ડમાં પણ સેવા આપી છે. અજય બંગા વિશ્વ બેન્કના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ છે.
ભારત સરકારે 2016માં આપ્યો હતો પદ્મશ્રી
64 વર્ષીય બંગાનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં એક સૈની શીખ પરિવારમાં થયો હતો. તેમના પિતા ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ-જનરલ હતા, જેઓ ત્યારે પુણેમાં ખડકી કેન્ટોનમેન્ટમાં પોસ્ટેડ હતા. જોકે તેનો પરિવાર મૂળ પંજાબના જાલંધરનો છે. અજય બંગા દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક છે અને IIM અમદાવાદમાંથી MBA કર્યું છે. ભારત સરકારે વર્ષ 2016માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.