ભારતીયો પરત લાવી રહ્યા છે વિદેશી ખાતામાં જમા થયેલા પૈસા, જાણો શું છે કારણ | Moneycontrol Gujarati
Get App

ભારતીયો પરત લાવી રહ્યા છે વિદેશી ખાતામાં જમા થયેલા પૈસા, જાણો શું છે કારણ

ભારતના ઘણા અમીર લોકો હવે વિદેશી ખાતામાં જમા થયેલા તેમના પૈસા પરત ભારત લાવી રહ્યા છે. શું છે આનું કારણ? આવો જણીએ

અપડેટેડ 02:14:58 PM Dec 30, 2023 પર
Story continues below Advertisement

ઘણા વર્ષોથી ભારતના ઘણા અમીર લોકોએ ટેક્સથી બચવા માટે તેમના પૈસા છુપાવવા અને બીજા અન્ય કારણોસર તેમના ઘણા પૈસા વિદેશી ખાતામાં જમા કરાવ્યા છે. ઘણીવાર આ અંગે ચર્ચા થાય છે, પરંતુ તે ચર્ચાનું કોઈ પરિણામ નથી મળતું. પરંતુ હવે આ બદલાઈ રહ્યું છે. હવે દેશના ઘણા અમીર લોકોએ વિદેશી ખાતામાં જમા કરેલા પૈસા ભારતમાં પાછા લાવવાનું શરૂ કરી દીધું છે.

શું છે કારણ?

મનમાં સવાલ આવવો સ્વાભાવિક છે કે ઘણા ભારતીયો વિદેશના ખાતામાં જમા કરાયેલા તેમના નાણાં પરત દેશ લાવી રહી રહ્યા છે? આનું કારણ એ છે કે ઘણી વિદેશી બેન્કો હવે ભારતીય ગ્રાહકોને તેમના બેન્ક ખાતા બંધ કરવા વિનંતી કરી રહી છે. તેનું કારણ એ છે કે ઘણી બેન્કોએ વિદેશી ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સની રકમ વધારી દીધી છે. સાથે જ આરબીઆઈએ પણ વિદેશમાં ઈનએક્ટિવ ફંડ રાખવા પર કડક કાર્યવાહી કરી છે. આ કારણોસર ઈન્ટરનેશનલ બેન્ક ભારતીયોના બેન્ક અકાઉન્ટ બંધ કરી રહી છે.


180 દિવસમાં રોકાણ કરવું અથવા પરત લાવું જરૂરી

છેલ્લા બે મહિનામાં બ્રિટનની બે મોટી બેન્કો, સ્વિટ્ઝર્લેન્ડની એક બેન્ક અને યૂએઈની એક મોટી બેન્કે બે ડઝનથી વધુ ભારતીયોના ખાતા બંધ કરી દીધા છે. આરબીઆઈના નિયમો અનુસાર વિદેશી અકાઉન્ટમાં મતલબ વગર પડેલા ફંડને 180 દિવસની અંદર રોકાણ કરવું અથવા પાછું લાવવું જરૂરી છે.

આ કારણોસર બંધ થઈ રહ્યા ખાતા

આરબીઆઈની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ એક વર્ષમાં 2.5 લાખ ડૉલર સુધી વિદેશમાં રોકાણ કરી શકાય છે. પરંતુ કેટલીક મોટી વિદેશી બેન્કોએ મિનિમમ બેલેન્સ 10 લાખ ડૉલર કરી દીધું છે. એલઆરએસની સીમાને કારણે ભારતીય વધું પૈસા વિદેશ નહીં મોકલી રહ્યા. આ કારણોસર વિદેશી બેન્કો તેમના ખાતા બંધ કરી રહી છે. આ ઉપરાંત વિદેશી બેન્કોને ફી સ્વમાં થવા વાળી આવકમાં પણ ઘટાડો થયો છે. જેના કારણે ભારતીયોની મુશ્કેલીઓ વધી ગઈ છે જેથી વિદેશી બેન્કોમાં ખાતા છે. એલઆરએસના નવા નિયમો અનુસાર અનલિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝમાં રોકાણની મંજૂરી નથી. આવી સ્થિતિમાં, ઘણા લોકો કોઈ જોખમ લેવા નથી માંગતા અને વિદેશી ખાતામાં પડેલા પૈસા પાછા લાવી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 30, 2023 2:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.