ઇન્ડિગો આ વાઇડ-બોડી A350 વિમાનો દ્વારા લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ફોકસ કરવાની યોજના ધરાવે છે. આ વિમાનો વધુ પેસેન્જર કેપેસિટી અને આરામદાયક સુવિધાઓ સાથે લાંબી ઉડાનો માટે યોગ્ય છે. આ ઓર્ડર એરલાઇન્સની વૈશ્વિક બજારમાં હાજરીને વધુ મજબૂત કરશે.
. આ ઓર્ડર એરલાઇન્સની વૈશ્વિક બજારમાં હાજરીને વધુ મજબૂત કરશે.
ભારતની સૌથી મોટી બજેટ એરલાઇન્સ ઇન્ડિગો (IndiGo) પોતાના ફ્લીટના વિસ્તરણ માટે ઝડપથી આગળ વધી રહી છે. રવિવારે ઇન્ડિગોએ એરબસ (Airbus) સાથે 30 વાઇડ-બોડી A350 વિમાનોનો નવો ઓર્ડર આપ્યો હોવાની જાહેરાત કરી છે. આ ઓર્ડર સાથે એરલાઇન્સના વાઇડ-બોડી વિમાનોની કુલ સંખ્યા 60 થશે. ગયા વર્ષે એપ્રિલ 2024માં ઇન્ડિગોએ 30 A350 વિમાનોનો ઓર્ડર આપ્યો હતો અને 70 વધુ વિમાનોના ઓર્ડરનો ઓપ્શન પણ રાખ્યો હતો.
ઇન્ડિગોના CEO શું કહે છે?
દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સે જણાવ્યું, “અમે 70 વિમાનોના ઓપ્શનમાંથી 30 વિમાનોનો ઓર્ડર ફાઇનલ કર્યો છે. ઇન્ડિગોએ વિવિધ કંપનીઓને કુલ 900થી વધુ વિમાનોનો ઓર્ડર આપ્યો છે, જેની ડિલિવરી આગામી વર્ષથી શરૂ થશે.” તેમણે ઉમેર્યું કે, ઇન્ડિગો ઝડપથી પોતાનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક વિસ્તારી રહી છે, જે ભારતીય એવિએશન સેક્ટર માટે મહત્વનું પગલું છે.
ફ્લીટ વિસ્તરણનો હેતુ
ઇન્ડિગો આ વાઇડ-બોડી A350 વિમાનો દ્વારા લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ફોકસ કરવાની યોજના ધરાવે છે. આ વિમાનો વધુ પેસેન્જર કેપેસિટી અને આરામદાયક સુવિધાઓ સાથે લાંબી ઉડાનો માટે યોગ્ય છે. આ ઓર્ડર એરલાઇન્સની વૈશ્વિક બજારમાં હાજરીને વધુ મજબૂત કરશે.
ઇન્ડિગોના સ્ટોકનું પર્ફોમન્સ
ઇન્ડિગોની પેરન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડનો શેર ગયા અઠવાડિયે શુક્રવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 0.06%ના નજીવા વધારા સાથે રુપિયા 5,325 પર બંધ થયો હતો. આ શેરનો 52-સપ્તાહનો હાઇ રુપિયા 5,665 અને લો રુપિયા 3,780 રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ રુપિયા 2,05,778.96 કરોડ છે, જે તેની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે.
શું છે ખાસ?
ઇન્ડિગોનો આ નિર્ણય ભારતીય એવિએશન ઇન્ડસ્ટ્રીમાં એક મહત્વનું પગલું છે. વાઇડ-બોડી વિમાનોનો ઉમેરો એરલાઇન્સને વધુ લાંબી ફ્લાઇટ્સ અને પ્રીમિયમ સર્વિસ ઓફર કરવામાં મદદ કરશે. આ ઉપરાંત, ઇન્ડિગોનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક વિસ્તારવાનું લક્ષ્ય ભારતીય મુસાફરોને વધુ વિકલ્પો અને સારી કનેક્ટિવિટી પૂરી પાડશે.