કેન્દ્રિય નાણા મંત્રાલયનો અંદાજ છે કે અનાજમાં ફુગાવો આગામી બેથી ત્રણ મહિનામાં ઘટશે. અનાજના ઉંચા ભાવને નિયંત્રણમાં રાખી શકાશે, એમ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
કેન્દ્રિય નાણા મંત્રાલયનો અંદાજ છે કે અનાજમાં ફુગાવો આગામી બેથી ત્રણ મહિનામાં ઘટશે. અનાજના ઉંચા ભાવને નિયંત્રણમાં રાખી શકાશે, એમ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ કહ્યું કે ફુગાવો વધી શકે છે ખાસ કરીને અનાજમાં, પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટેના પગલા લેવાઈ રહ્યા છે.
ભારતમાં રિટેલ ફુગાવો એ રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ૨-૬ ટકાની રેન્જ કરતા વધુ છે અને જુલાઈમાં ફુગાવો ૧૫ મહિનાની ટોચે ૭.૪૪ ટકાના સ્તરે પહોંચ્યો હતો. શાકભાજીના ભાવમાં વધારો થવાથી એકંદર ફુગાવો વધ્યો હતો.
ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે ખર્ચ સંબંધિત અધિકારીએ કહ્યું કે હાલના સમયમાં વધુ ખર્ચ ઉપર ચર્ચા કરવામાં આવશે નહીં. વર્તમાન નાણાકીય વર્ષનો પહેલો છમાસિક પણ હજી પુરો થયો નથી. પ્રિ-બજેટ મીટિંગ થાય નહીં ત્યા સુધી ખર્ચ બાબતે કોઈ વિગતવાર માહિતી આપી શકાય નહીં.
અનાજના ભાવમાં વધારો થવાથી રિટેલ ફુગાવો ગયા મહિને ૭.૪૪ ટકા હતો અને વૃદ્ધિ ૧૧.૫૧ ટકાની થઈ હતી. આમાં સૌથી વધુ વધારો શાકભાજીમાં ૩૭.૩૪ ટકા થયો હતો, તે પછી કઠોળમાં ૧૩.૨૭ ટકા અને અનાજમાં ૧૩.૦૪ ટકા હતો. જોકે, ફળો અને માંસ, માછલીમાં ફુગાવો ૩.૧૬ ટકાથી ઘટીને ૨.૨૫ ટકા થયો હતો.
શાકભાજીમાં સૌથી વધુ ભાવ વધારો ટમેટામાં થયો હતો. રિટેલ બજારમાં ટમેટાના ભાવ પ્રતિ કિલો રૂ.૨૫૦ સુધી પહોંચ્યા હતા, જે ૩૫૦ ટકાનો વધારો દર્શાવે છે. જોકે, છેલ્લા એક અઠવાડિયામાં ટમેટાના ભાવ ઘટ્યા છે કારણ કે નવા પાકની આવક બજારોમાં થઈ છે.
કન્ઝ્યુમર અફેર્સ સેક્રેટરી રોહિત કુમાર સિંહે તાજેતરમાં જ કહ્યું હતું કે દેશના રિટેલ બજારોમાં ટમેટાના ભાવ પ્રતિ કિલો રૂ.૫૦-૭૦ની રેન્જમાં છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.