Walt Disneyમાં પણ છટણીની શરૂઆત થઈ ચૂકી છે. આ વર્ષની શરૂઆતમાં તેણે 7000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. Walt Disney ના ચીફ એક્ઝિક્યુટિવ બોબ ઈગરના જણાવ્યા અનુસાર, કંપનીએ ખર્ચને નિયંત્રિત કરવા અને વધુ સુવ્યવસ્થિત વ્યવસાય બનાવવા માટે આ નિર્ણય લીધો છે. આ છટણી કંપનીના કેટલાક મહત્વપૂર્ણ વિભાગો જેમ કે ડિઝની એન્ટરટેઈનમેન્ટ, ડિઝની પાર્ક્સ, એક્સપિરિયન્સ એન્ડ પ્રોડક્ટ્સ અને કોર્પોરેટને અસર કરશે. સોમવારથી કંપનીમાં છટણી શરૂ થઈ ગઈ છે અને તેની ESPN પર હજુ સુધી અસર થઈ નથી, પરંતુ આગામી રાઉન્ડમાં છટણીની શક્યતા નકારી શકાય તેમ નથી.
આવતા મહિને બીજો રાઉન્ડ શરૂ થશે
વીડિયો સ્ટ્રીમિંગ કંપનીઓ ડીપ ક્રાઇસિસમાં
ડિઝનીએ ફેબ્રુઆરીમાં 7,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. કંપનીએ ખર્ચમાં $550 મિલિયન (રૂ. 45.2 હજાર કરોડ) બચાવવા અને સ્ટ્રીમિંગ બિઝનેસને નફાકારક બનાવવા માટે આ નિર્ણય લીધો છે. મનોરંજન ઉદ્યોગ હાલમાં ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. આવું માત્ર ડિઝની સાથે જ નહીં પણ નેટફ્લિક્સ સાથે પણ થઈ રહ્યું છે. ગયા વર્ષે 2022 માં, Netflix ને દસ વર્ષમાં પ્રથમ વખત નુકસાન થયું હતું. વોલ સ્ટ્રીટે પણ સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ કરતાં નફાને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું, જેણે વિડિઓ સ્ટ્રીમિંગ કંપનીઓની મુશ્કેલીઓમાં વધારો કર્યો.