Zomato Food Delivery: 31મી ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની પાર્ટીમાં લોકોએ ઉજવણી કરવામાં કોઈ કસર છોડી ન હતી. નવા વર્ષની ઉજવણીમાં લોકોએ પેટભરી ખાધું હતું. નવા વર્ષની ઉજવણી પર લોકોએ ઝોમેટો, સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ્સ પરથી ઘણો ઑર્ડર આપ્યો. આ ઑર્ડર સાથે છેલ્લા ઘણા વર્ષોના ઑર્ડરનો રેકોર્ડ તૂટી ગયો હતો. ઝોમેટોના સીઈઓ દીપેન્દ્ર ગોયલે ટ્વીટ કર્યું કે વર્ષ 2023ની ન્યૂ યર નાઈટ પર તેમને દર સેકન્ડે 140 ફૂડ ઑર્ડર મળ્યા.