મેડિસિન પેટન્ટ પૂલ (MPP), સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સંસ્થાએ HIV નિવારણ દવાઓ ડેવલપ કરવા માટે 3 ફાર્મા કંપનીઓ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. તેમાં ઓરોબિંદો ફાર્મા, સિપ્લા અને વિયાટ્રિસનો સમાવેશ થાય છે. આ કરાર એચઆઇવીની રોકથામ માટે વીઆઇવી હેલ્થકેરની લાંબા સમયથી કામ કરતી દવાના સામાન્ય પ્રકારને ડેવલપ કરવાનો છે. MPPએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ત્રણ ફાર્મા કંપનીઓ ભારતમાં આ દવાના જેનરિક વર્ઝનનું પ્રોડક્શન કરશે. જોકે, સિપ્લા દક્ષિણ આફ્રિકામાં પણ તેનું પ્રોડક્શન શરૂ કરવા માગે છે.
ઑરોબિંદો ફાર્મા ઇન-હાઉસ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (APIs) ડેવલપ કરવા માટે તેની વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ ક્ષમતાઓનો બેનિફિટ લેવાની યોજના ધરાવે છે. તેનાથી કંપનીની સપ્લાય ચેઇન પર નિયંત્રણ વધશે અને ખર્ચ કાર્યક્ષમતામાં સુધારો થશે.
ક્લિનિકલ ટ્રાયલ્સના ડેટા દર્શાવે છે કે જે વ્યક્તિઓએ ઇન્જેક્ટેબલ કેબોટેગ્રેવિર મેળવ્યું હતું તેઓને દરરોજ ટેનોફોવીર/એમ્ટ્રિસીટાબિન ગોળી લેનારાઓ કરતાં એચઆઇવીનો ચેપ લાગવાની શક્યતા 70 ટકાથી 90 ટકા ઓછી હતી. કેબોટેગ્રેવીર ઇન્જેક્શન દર બે મહિને આપવામાં આવે છે.
ViiV હેલ્થકેરે જણાવ્યું છે કે આ દવા વ્યક્તિઓને નિવારક વિકલ્પો પ્રદાન કરીને HIV સંક્રમણને ઘટાડવામાં નોંધપાત્ર રીતે મદદ કરી શકે છે. આ ઉપરાંત, ViiV હેલ્થકેર ત્રણેય કંપનીઓ - અરબિંદો, સિપ્લા અને વિટ્રિસને ટેકનિકલ કુશળતા પણ પ્રદાન કરશે, કારણ કે આ દવાની પ્રોડક્શન પ્રોસેસ એકદમ જટિલ છે.