IDBI bank's : IDBIની અપીલ પર NCLATએ Zee પાસે માંગ્યો જવાબ, જાણો શું છે સમગ્ર મામલો
IDBI bank's plea against Zee Entertainment : IDBI બેંકે NCLTના આદેશને પડકાર્યો છે જેમાં ટ્રિબ્યુનલે ZEELની નાદારી રીઝોલ્યુશન પ્રક્રિયાને મંજૂરી આપી ન હતી. એપેલેટ ટ્રિબ્યુનલે આ મામલે ZEELને નોટિસ પાઠવીને IDBI બેંકની અપીલનો બે અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે. આ મામલે આગામી સુનાવણી 11 ઓક્ટોબરે થશે.
NCLTની મુંબઈ બેન્ચે મે 2023માં IDBIની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
IDBI bank's plea against Zee Entertainment : NCLAT એ 31 ઓગસ્ટના રોજ IDBI બેંકની અપીલ પર Zee Entertainment (ZEEL) પાસેથી જવાબ માંગ્યો છે. IDBI બેંકે NCLTના આદેશને પડકાર્યો છે જેમાં ટ્રિબ્યુનલે ZEELની નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયાને મંજૂરી આપી ન હતી. એપેલેટ ટ્રિબ્યુનલે આ મામલે ZEELને નોટિસ પાઠવીને IDBI બેંકની અપીલનો બે અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે. આ મામલે આગામી સુનાવણી 11 ઓક્ટોબરે થશે. 31 ઓગસ્ટે સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ અભિષેક મુન સિંઘવીએ ઝી એન્ટરટેઈનમેન્ટનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે IDBI બેંકે કોરોના રોગચાળા દરમિયાન બેંક ગેરંટીનો ઉપયોગ કર્યો હતો, જ્યારે સરકારે કહ્યું હતું કે 25 માર્ચ, 2020 ના રોજ અથવા તે પછી કોઈપણ ડિફોલ્ટ માટે નાદારીની પ્રક્રિયા શરૂ કરી શકાતી નથી. આ પ્રતિબંધ એક વર્ષ માટે લાગુ હતો.
NCLTની મુંબઈ બેન્ચે IDBIની અરજી ફગાવી દીધી હતી
વરિષ્ઠ વકીલ રામજી શ્રીનિવાસને આ કેસમાં IDBI બેંકનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે કોરોના રોગચાળો શરૂ થયો તે પહેલા ડિફોલ્ટ કરવામાં આવ્યું હતું. નાદારીની પ્રક્રિયા શરૂ ન કરવાની જોગવાઈ માત્ર વર્તમાન કિસ્સામાં જ લાગુ પડે છે. NCLAT એ દલીલો સાંભળ્યા પછી કહ્યું કે આ મામલાને ધ્યાનમાં લેવાની જરૂર છે. તેણે આ મામલે નોટિસ જારી કરી છે. NCLTની મુંબઈ બેન્ચે મે 2023માં IDBIની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે નાદારી અને બેન્કરપ્સી કોડ (IBC) ની કલમ 10A હેઠળ આ પ્રતિબંધિત છે.
IBC ની કલમ 10A શું છે?
કલમ 10A જણાવે છે કે 25 માર્ચ, 2020 ના રોજ અથવા તે પછી ડિફોલ્ટમાં રહેલી બેંક અથવા કોઈપણ નાણાકીય સંસ્થા કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા (CIRP) શરૂ કરવા માટે અરજી દાખલ કરી શકશે નહીં. આ પ્રતિબંધ એક વર્ષ માટે લાદવામાં આવ્યો હતો. આ એક ખાસ જોગવાઈ હતી જેનો સરકારે આઈબીસીમાં સમાવેશ કર્યો હતો. આ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.
સિટી નેટવર્ક્સે લીધી હતી લોન
NCLTની બે સભ્યોની બેન્ચે કહ્યું હતું કે ZEEL એ Siti Networks દ્વારા લેવામાં આવેલી લોન પર ગેરંટી આપી હતી. સિટી નેટવર્ક્સે આ લોનમાં ડિફોલ્ટ કર્યું હતું. ડિફોલ્ટ કલમ 10A માં ઉલ્લેખિત સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં, NCLTની મુંબઈ બેન્ચે ZEEL માટે IndusInd બેંકની નાદારીની અરજીને મંજૂરી આપી હતી. તે પછી પ્રક્રિયા શરૂ થઈ હતી, કારણ કે સિટી નેટવર્ક્સે ઈન્ડસઈન્ડ બેંક પાસેથી રૂ. 150 કરોડની લોન લીધી હતી, જેની ગેરેંટર ઝી હતી. તેણે ડેટ સર્વિસ રિઝર્વ એકાઉન્ટ ગેરંટી એગ્રીમેન્ટ (DSRA) હેઠળ આ ગેરંટી આપી હતી. પરંતુ, તે કરારની શરત પૂરી કરી શકી ન હતી. જેના કારણે બેંક પાસે રૂ. 83 કરોડના નાણાં બાકી રહ્યા છે.
બંને પક્ષોએ જુલાઈમાં સમજૂતી અંગે આપી હતી માહિતી
ZEELના પુનિત ગોયલે NCLATમાં આ આદેશ સામે અપીલ કરી હતી. ACLAT એ ફેબ્રુઆરીમાં નાદારીની પ્રક્રિયા શરૂ કરવાના આદેશ પર સ્ટે મૂક્યો હતો. જુલાઈ 2023 માં, ZEEL અને IndusInd બેંકે એપેલેટ ટ્રિબ્યુનલને કહ્યું હતું કે બંને એક કરાર માટે સંમત થયા છે. જે બાદ નાદારીની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી.