ભારત સાથે બાથ ભીડવી પાકિસ્તાનને પ઼ડી ભારે, હવાઈ ક્ષેત્ર બંધ કરવાથી 126 કરોડનું નુકસાન
India-Pakistan tension: હાલમાં પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર ભારતીય એરલાઇન્સ સિવાયના તમામ આંતરરાષ્ટ્રીય વિમાનો માટે ખુલ્લું છે. આ પ્રતિબંધને બે વખત લંબાવવામાં આવ્યો છે અને તે ઓગસ્ટ 2025ના અંત સુધી ચાલુ રહેશે. બીજી તરફ, ભારતે પણ પાકિસ્તાની વિમાનોને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે.
પાકિસ્તાનના રક્ષા મંત્રાલયે નેશનલ એસેમ્બલીમાં જણાવ્યું કે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય સંઘીય સરકાર દ્વારા લેવામાં આવે છે.
India-Pakistan tension: પાકિસ્તાને ભારત સાથેના તણાવને કારણે પોતાનું હવાઈ ક્ષેત્ર ભારતીય વિમાનો માટે બંધ કરી દીધું, પરંતુ આ નિર્ણય તેને ખૂબ મોંઘો પડી રહ્યો છે. માત્ર બે મહિનામાં પાકિસ્તાનને 14.39 મિલિયન ડોલર (આશરે 126 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. એક તરફ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલેથી જ દેવામાં ડૂબેલી છે, ત્યાં આ નુકસાને તેની આર્થિક સ્થિતિને વધુ નબળી કરી દીધી છે. આ નુકસાનનું મુખ્ય કારણ ભારતીય વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો નિર્ણય છે, જેના પરિણામે પાકિસ્તાનની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
શું છે આખી ઘટના?
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આના જવાબમાં પાકિસ્તાને 24 એપ્રિલ, 2025થી ભારતીય વિમાનો અને ભારતીય કંપનીઓ દ્વારા સંચાલિત, માલિકીના કે લીઝ પર લીધેલા વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું. આ નિર્ણયથી દરરોજ 100થી 150 ભારતીય વિમાનો પ્રભાવિત થયા, અને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થતા વિમાનોની સંખ્યામાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, 24 એપ્રિલથી 30 જૂન, 2025 દરમિયાન આ નિર્ણયને કારણે પાકિસ્તાનને 14.39 મિલિયન ડોલરનું નુકસાન થયું.
નેશનલ એસેમ્બલીમાં શું કહેવાયું?
પાકિસ્તાનના રક્ષા મંત્રાલયે નેશનલ એસેમ્બલીમાં જણાવ્યું કે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય સંઘીય સરકાર દ્વારા લેવામાં આવે છે. આ નિર્ણય 'નોટિસ ટૂ એરમેન' (NOTAMs) દ્વારા જાહેર કરવામાં આવે છે, જે પાયલટોને હવાઈ ક્ષેત્રમાં થતા ફેરફારો વિશે માહિતી આપે છે. મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણયથી આર્થિક નુકસાન થયું હોવા છતાં, દેશની સંપ્રભુતા અને રાષ્ટ્રીય રક્ષા આર્થિક બાબતો કરતાં વધુ મહત્ત્વની છે. એટલે આ વાત પર એક કહેવત અહીં સ્પષ્ટ રીતે ફીટ બેસે છે કે ‘રસ્સી જલ ગઈ લેકીન બલ નહીં ગયા’.
હવે શું છે સ્થિતિ?
હાલમાં પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર ભારતીય એરલાઇન્સ સિવાયના તમામ આંતરરાષ્ટ્રીય વિમાનો માટે ખુલ્લું છે. આ પ્રતિબંધને બે વખત લંબાવવામાં આવ્યો છે અને તે ઓગસ્ટ 2025ના અંત સુધી ચાલુ રહેશે. બીજી તરફ, ભારતે પણ પાકિસ્તાની વિમાનોને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ નિર્ણયની અસર
પાકિસ્તાનના આ નિર્ણયથી તેની પોતાની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. હવાઈ ક્ષેત્રમાંથી મળતી આવક ઘટવાથી પાકિસ્તાનની આર્થિક મુશ્કેલીઓ વધી છે. બીજી તરફ, ભારતીય એરલાઇન્સ અન્ય રૂટનો ઉપયોગ કરીને પોતાનું સંચાલન ચાલુ રાખી રહી છે, જેનાથી ભારતને આર્થિક નુકસાન નથી થયું. આ ઘટના દર્શાવે છે કે ભારત સાથેના તણાવને કારણે પાકિસ્તાને પોતાના પગ પર જ કુહાડી મારી છે.