કેન્દ્રીય કોમર્સ મિનિસ્ટ્રીની એક શાખા, ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ફાર્મેક્સિલ) એ ગુંટુર સ્થિત દવા નિર્માતા સેફ ફોર્મ્યુલેશનનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા ડ્રગ મેકર સેફ ફોર્મ્યુલેશનને કથિત રીતે ટ્રામાડોલ સ્મગલિંગ સિન્ડિકેટ સાથે સાંકળવામાં આવી હોવાના આરોપોને કારણે આ પગલું લેવામાં આવ્યું છે.