RBI Penalty: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ત્રણ જાહેર ક્ષેત્રની બેન્કો પર દંડ ફટકાર્યો છે. આ બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), ઈન્ડિયન બેન્ક અને પંજાબ એન્ડ સિંધ બેન્કનો સમાવેશ થાય છે. RBIએ ઘણા નિયમનકારી નિયમોનું પાલન ન કરવાના કારણે આ દંડ લગાવ્યો છે. આરબીઆઈએ જણાવ્યું કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પર 1.30 કરોડ રૂપિયા, ઈન્ડિયન બેન્ક પર 1.62 કરોડ રૂપિયા અને પંજાબ એન્ડ સિંધ બેન્ક પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. આ સિવાય RBIએ FedBank Financial Services પર 8.80 લાખ રૂપિયાનો દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે.