આવતા મહીને Paytm Payments Bank નું લાઈસન્સ રદ કરી શકે છે RBI | Moneycontrol Gujarati
Get App

આવતા મહીને Paytm Payments Bank નું લાઈસન્સ રદ કરી શકે છે RBI

બેન્કિંગ રેગ્યુલેટર રિઝર્વ બેન્ક (RBI) આવતા મહિને પેટીએમ પેમેન્ટ્સ બેન્ક (Paytm Payments Bank) નું ઓપરેટિંગ લાઇસન્સ રદ કરી શકે છે. સૂત્રોના મુજબ, રિઝર્વ બેન્ક 29 ફેબ્રુઆરીની બાદ આ કાર્યવાહી કરી શકે છે, જેની બાદ પેટીએમ પેમેંટ્સ બેંક પોતાના ગ્રાહકોને તેના સેવિંગ્સ ખાતા કે પૉપુલર ડિજિટલ પેમેંટ વૉલેટમાં ફરીથી પૈસા નાખવા પર રોકી દેશે.

અપડેટેડ 12:11:18 PM Feb 03, 2024 પર
Story continues below Advertisement
સૂત્રોના નામ જાહેર ના કરવાની શરત પર જણાવામાં આવ્યુ છે કે પેટીએમ પેમેંટ્સ બેંક દ્વારા નિયમોના ઉલ્લંધનમાં દસ્તાવેજોની તપાસ ના કરવાનો પણ આરોપ છે.

બેન્કિંગ રેગ્યુલેટર રિઝર્વ બેન્ક (RBI) આવતા મહિને પેટીએમ પેમેન્ટ્સ બેન્ક (Paytm Payments Bank) નું ઓપરેટિંગ લાઇસન્સ રદ કરી શકે છે. સૂત્રોના મુજબ, રિઝર્વ બેન્ક 29 ફેબ્રુઆરીની બાદ આ કાર્યવાહી કરી શકે છે, જેની બાદ પેટીએમ પેમેંટ્સ બેંક પોતાના ગ્રાહકોને તેના સેવિંગ્સ ખાતા કે પૉપુલર ડિજિટલ પેમેંટ વૉલેટમાં ફરીથી પૈસા નાખવા પર રોકી દેશે.

સૂત્રોના નામ જાહેર ના કરવાની શરત પર જણાવામાં આવ્યુ છે કે પેટીએમ પેમેંટ્સ બેંક દ્વારા નિયમોના ઉલ્લંધનમાં દસ્તાવેજોની તપાસ ના કરવાનો પણ આરોપ છે. રિઝર્વ બેંકે આ સિલસિલામાં પણ મોકલવામાં આવેલા ઈમેલનો કોઈ જવાબ નથી આપ્યો. પેટીએમ બેંકના એક પ્રસ્તાવનું કહેવુ હતુ કે કેંદ્રીય બેંકના હાલના નિર્દેશ નિગરાની અને કંપ્લાયંસ પ્રોસેસનો હિસ્સો છે. પ્રવક્તાના મુજબ, બેંકે રેગુલેટરના કંપ્લાયંસ સંબંધી નિર્દેશો પર કામ કર્યુ છે.

સૂત્રોનું કહેવુ છે કે પેટીએમ પેમેંટ્સ બેંકના ઘણા ગ્રાહકો એ કેવાઈસી (KYC) દસ્તાવેજ નથી સૌંપયા. ઘણા કેસમાં ગ્રાહકોને રજિસ્ટ્રેશન માટે એકમાત્ર ઓળખનો દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે ટ્રાંજેક્શન કરોડો રૂપિયાનો હતો, જે રેગુલેટરી સીમાઓથી ઘણો વધારે છે. સૂત્રોના મુજબ, એવામાં આ લેણ-દેણને લઈને મની-લૉન્ડ્રિંગ સંબંધી ચિંતાઓ પણ ઉભી થઈ ગઈ.


રિઝર્વ બેંકે 31 જાન્યુઆરીના અચાનક આ કાર્યવાહીના દ્વારા ફાઈનાન્સ અને ટેક ઈંડસ્ટ્રીને હૈરાન કરી દીધા હતા. જો કે, કેંદ્રીય બેંક આ સિલસિલામાં છેલ્લા બે વર્ષથી પેટીએમ પેમેંટ્સ બેંકને ચેતવણી આપી રહ્યા હતા. જો પેટીએમ પેમેંટ્સ બેંકના લાઈસન્સ રદ કરી દેવામાં આવે છે, તો આ હાલમાં રિઝર્વ બેંક દ્વારા કરવમાં આવેલી કાર્યવાહીથી પણ વધારે કડક પગલા માનવામાં આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 03, 2024 12:11 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.