Festive season sale: આ વખતના તહેવારો રહેશે અલગ, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનું વેચાણ 20 ટકા વધવાની શક્યતા | Moneycontrol Gujarati
Get App

Festive season sale: આ વખતના તહેવારો રહેશે અલગ, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનું વેચાણ 20 ટકા વધવાની શક્યતા

Festive season sale: એલજી ઇલેક્ટ્રોનિક્સ, પેનાસોનિક અને થોમસન સહિતના ટીવી ઉત્પાદકો અપેક્ષા રાખે છે કે 55-ઇંચની સ્ક્રીનનું સ્માર્ટ ટીવી પેનલ્સ તેમજ ડ્રેડિશનલ અને નાના સાઈઝના ટીવીના વેચાણને આગળ વધારશે. બિઝનેસ કુલ વેચાણમાં 18 થી 20 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે.

અપડેટેડ 12:05:36 PM Sep 25, 2023 પર
Story continues below Advertisement
Festive season sale: એલજી ઇલેક્ટ્રોનિક્સ, પેનાસોનિક અને થોમસન સહિતના ટીવી ઉત્પાદકો અપેક્ષા રાખે છે

Festive season sale: દક્ષિણ ભારતીય બજારોમાં 'ઓનમ' સાથેની સારી શરૂઆતથી ઉત્સાહિત, એપ્લાયન્સ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસ આ તહેવારોની સિઝનમાં વેચાણમાં લગભગ 18-20 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે. બિઝનેસનું માનવું છે કે તહેવારોની સિઝનમાં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરવાથી બિઝનેસને વેગ મળશે. તેનાથી ટેલિવિઝનનું વેચાણ વધશે. ખાસ કરીને મોટી સ્ક્રીનવાળા ટીવીના વેચાણમાં વધારો થવાની ધારણા છે. આ સિવાય બેટરીથી ચાલતા પાર્ટી સ્પીકર, સાઉન્ડબાર, વાયરલેસ હેડફોન અને ઈયર બડ્સ જેવા ઓડિયો પ્રોડક્ટ્સનું વેચાણ પણ વધશે.

બિઝનેસ કુલ વેચાણમાં 18 થી 20 ટકા વૃદ્ધિની અપેક્ષા 

એલજી ઇલેક્ટ્રોનિક્સ, પેનાસોનિક અને થોમસન સહિતના ટીવી ઉત્પાદકો અપેક્ષા રાખે છે કે 55-ઇંચની સ્ક્રીનનું સાઈઝ સ્માર્ટ ટીવી પેનલ્સ તેમજ ડ્રેડિશનલ અને નાના સાઈઝના ટીવીના વેચાણને વેગ આપશે. બિઝનેસ કુલ વેચાણમાં 18 થી 20 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે. મોટી સ્ક્રીન ટીવી, ઉચ્ચ ક્ષમતાવાળા રેફ્રિજરેટર્સ અને વોશિંગ મશીન જેવા પ્રીમિયમ ઉત્પાદનોના વેચાણમાં 30 ટકાથી વધુનો વધારો થશે. ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ નવી ઓફર્સ તેમજ આકર્ષક ડિસ્કાઉન્ટ અને વ્યાજમુક્ત ફાઇનાન્સ સ્કીમ લાવવાની તૈયારી કરી રહી છે. જો કે, સસ્તું એન્ટ્રી-લેવલ ઉત્પાદનોના વેચાણ અંગે ચિંતા છે.


કિંમત પર આધારિત માંગ

ગોદરેજ એપ્લાયન્સીસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ કમલ નંદીએ જણાવ્યું હતું કે આ તહેવારોની સિઝનમાં ફરી એકવાર ભાવ આધારિત માંગ જોવા મળશે. એકંદરે વેચાણનો આંકડો ગયા વર્ષ જેવો જ હશે, પરંતુ ઊંચી કિંમતવાળી પ્રીમિયમ પ્રોડક્ટ્સમાં 30 ટકાથી વધુનો વધારો થશે. આ વર્ષે એપ્લાયન્સ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીનું વેચાણ રૂપિયા 70,000 કરોડને પાર થવાની ધારણા છે. તહેવારોની મોસમનું વેચાણ દક્ષિણમાં ઓણમથી શરૂ થાય છે અને ગણેશ ચતુર્થી, દુર્ગા પૂજા અને દિવાળી-છઠ સુધી ચાલુ રહે છે. કુલ વેચાણમાં તે લગભગ 25-27 ટકા યોગદાન આપે છે. પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ ઇન્ડિયા પણ આ તહેવારોની સિઝનમાં બે આંકડામાં વૃદ્ધિની અપેક્ષા રાખે છે એટલે કે 10 ટકાથી વધુ, જેમાં સ્માર્ટ એસી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીનનો વિશેષ ફાળો હશે.

બેટરી, પાર્ટી સ્પીકર્સ અને સાઉન્ડબાર માટે સારી માંગ અપેક્ષિત 

એલજી ઈન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ આશિષ અગ્રવાલે જણાવ્યું હતું કે, ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીએ તહેવારોની સિઝન પહેલા દિવાળી ઑફર્સ રજૂ કરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે મોટી સ્ક્રીનવાળા ટીવી, બેટરીવાળા પાર્ટી સ્પીકર અને સાઉન્ડબારની સારી માંગ રહેશે. એવા ઘણા ગ્રાહકો છે જેઓ તેમના ઘરોને અપગ્રેડ કરે છે અથવા નવા ઘરોમાં શિફ્ટ થાય છે, તેથી પ્રીમિયમ ઉત્પાદનોની માંગ છે. આમાં મોટી સ્ક્રીન ટીવી, મોટા સાઈઝના રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન અને એસી જેવા સેગમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે.

આ પણ વાંચો - New Credit card pin: નવા ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકતા નથી, આ કામ તરત જ કરો

MoneyControl News

MoneyControl News

First Published: Sep 25, 2023 12:05 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.