સોશિયલ મિડિયા પર વધી ગયેલા ફાઈનાન્શિયલ ઈનફ્લુઅન્સર માટે SEBIએ કન્સલટન્ટ પેપર જાહેર કર્યુ છે. તેમાં કોઈપણ અધિરકૃત સંસ્થાઓ અનઅધિકૃત ફાઈનાન્શિયલ ઈનફ્લુઅન્સ સાથે સંબંધ ન રાખી શકશે અને સાથે જ દરેક અધિકૃત ઈનફ્લુઅન્સરે પોતાની પોસ્ટ સાથે સંપર્કની વિગતો, ડિસ્ક્લોઝર પણ મુકવું પડશે.
આ હાલ કન્સલટન્ટ પેપર છે અને 15 સપ્ટેમ્બર સુધી લોકોના પ્રતિભાવ માગવામાં આવ્યા છે. ત્યાર બાદ SBEIની બોર્ડ બેઠકમાં આના પર અંતિમ નિર્ણય લેવાશે. finfluencers -રજિસ્ટર્ડ સંસ્થાઓના સંબંધ પર આધારીત છે.
SEBI અધિકૃત સંસ્થાએ બિનઅધિકૃત finfluencers સાથે સંબંધ ન રાખે. SEBI અધિકૃત સંસ્થાએ finfluencers સાથે સંબંધ ન રાખે. દરેક પ્રકારના નાણાંકીય અને બિનનાણાંકીય સંબંધ ને આવરી લેશે. દરેક એજન્ટ, પ્રતિનિધિ અને અધિકૃત સંસ્થાને આવરી લેશે. દરેક પ્રોડક્ટ અને સેવાના પ્રમોશનને આવરી લેશે.
અધિકૃત સંસ્થાઓ માટે પ્રસ્તાવ
finfluencers કે અનઅધિકૃત વ્યક્તિને ખાનગી માહિતી ન આપવી. ટ્રેઈલિંગ કમિશન આધારીકત રેફરલ ફી પણ નહીં આપી શકે. દરેક પોસ્ટ પર રજીસ્ટ્રેશન નંબર અને સંપર્કની માહિતી આપવી પડશે. ઈન્વેસ્ટર ગ્રિવન્સ રેડ્રેસલ હેલ્પલાઈનની માહિતી પણ આપવી પડશે. યોગ્ય ડિસ્ક્લોઝર દરેક પોસ્ટ સાથે મુકવા પડશે.