શીલા ફોમે કર્લઑનની 100 ટકાની ભાગીદારી ખરીદી, જાણો સમગ્ર માહિતી | Moneycontrol Gujarati
Get App

શીલા ફોમે કર્લઑનની 100 ટકાની ભાગીદારી ખરીદી, જાણો સમગ્ર માહિતી

કર્લઑન એન્ટરપ્રાઈઝના ગાદલા માર્કેટમાં kurl-on ના નામથી વેચાય છે. જ્યારે શીલા ફોમના ગાદલા Sleepwell બ્રાંડનેમથી ઓળખાય છે. આ ડીલથી શીલા ફોમની માર્કેટ ભાગીદારી લગભગ ડબલ થઈ જશે.

અપડેટેડ 12:02:44 PM Jun 28, 2023 પર
Story continues below Advertisement
શીલા ફોમના ફ્લેશિપ બ્રાંડ્સમાં સ્લિપવેલ મેટ્રેસ, ફીધર ફોમ (પ્યોર PU ફોમ) અને લેમિફ્લેક્સ (લેમિનેશન માટે યૂઝ થવા વાળા પૉલિસ્ટર ફોમ) સામેલ છે.

Sheela Foam Share Price: ગાદલા બનાવા વાળી કંપની કર્લઑન એન્ટરપ્રાઈઝ (kurlon Enterprise) ને શીલા ફોમ ખરીદવાની છે. અત્યાર સુધી આ બન્ને એક બીજાની પ્રતિદ્વંદી કંપનીઓ હતી. પરંતુ હવે શીલા ફોમએ કર્લઑનની 100 ટકા ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે. આ કેસની જાણકારી રાખવા વાળા એક વ્યક્તિએ જણાવ્યુ કે આ ડીલ 3250 કરોડ રૂપિયામાં રહેશે. ઉમ્મીદ છે કે આ ડીલ આવનાર બે મહીનામાં પૂરી થઈ જશે.

કર્લઑન એન્ટરપ્રાઈઝના ગાદલા માર્કેટમાં kurl-on ના નામથી વેચાય છે. જ્યારે શીલા ફોમના ગાદલા Sleepwell બ્રાંડનેમથી ઓળખાય છે. આ ડીલ શીલા ફોમની માર્કેટ ભાગીદારી લગભગ ડબલ થઈ જશે. મનીકંટ્રોલે પહેલા આ સમાચાર આપ્યા હતા કે જો આ ડીલ થાય છે તો શીલા ફોમના માર્કેટ શેર ઑર્ગેનાઈઝ્ડ ગાદલા માર્કેટમાં 35-40 ટકા સુધી પહોંચી શકે છે. હાલમાં શીલા ફોમની ભાગીદારી 20-25 ટકા છે.

શીલા ફોમના ફ્લેશિપ બ્રાંડ્સમાં સ્લિપવેલ મેટ્રેસ, ફીધર ફોમ (પ્યોર PU ફોમ) અને લેમિફ્લેક્સ (લેમિનેશન માટે યૂઝ થવા વાળા પૉલિસ્ટર ફોમ) સામેલ છે. માનવામાં આવી રહ્યુ છે કે આ ડીલની બાદ શીલા ફોમની કંસૉલિડેટેડ આવક 900 કરોડ રૂપિયા વધી જશે. એટલુ જ નહીં આ સોદાથી શીલા ફોમને સસ્તા કાચા માલ (TDI) મળી જશે.


સેક્ટરના હિસાબથી જાણો કોની કેટલી છે ભાગીદારી

kurloan_sheela_merger_data

MoneyControl News

MoneyControl News

First Published: Jun 28, 2023 12:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.