કોમર્શિયલ વ્હીકલની દેશની સૌથી મોટી ઉત્પાદક Tata Motorsએ 1 જાન્યુઆરી, 2025થી તેના ટ્રક અને બસોના ભાવમાં 2 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે આ વધારો ઇનપુટ ખર્ચમાં વધતા દબાણને કારણે થયો છે. પીટીઆઈના સમાચાર અનુસાર, Tata Motorsએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કિંમતમાં વધારો ઈનપુટ ખર્ચમાં થયેલા વધારાની ભરપાઈ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. જો કે, કંપનીએ એમ પણ કહ્યું છે કે કિંમતમાં વધારો અલગ-અલગ મોડલ અને વેરિઅન્ટના આધારે અલગ-અલગ થશે, પરંતુ તે ટ્રક અને બસની સમગ્ર સીરીઝને લાગુ પડશે.