Tata Motors 17 જુલાઈથી તમામ પેસેન્જર વ્હીકલના ભાવ વધારશે, જાણો કેટલો થશે વધારો
જો તમે ટાટા મોટર્સની નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ યોગ્ય સમય છે. હા, તમે 17મી જુલાઈ પહેલા તમારી ડ્રીમ કાર ડિસ્કાઉન્ટેડ કિંમતે ખરીદી શકો છો. કારણ કે, 17 જુલાઈથી, ટાટા મોટર્સ તેના પેસેન્જર વ્હીકલના તમામ મોડલ અને વેરિઅન્ટની કિંમતોમાં ધરખમ વધારો કરશે. ટાટા મોટર્સ 17 જુલાઈથી પેસેન્જર વ્હીકલના ભાવ વધારશે
જૂનમાં ટાટા મોટર્સનું કુલ લોકલ સેલિંગ વાર્ષિક ધોરણે એક ટકા વધીને 80,383 યુનિટ થયું હતું. કંપનીએ જૂન 2022માં 79,606 વ્હીકલનું સેલિંગ કર્યું હતું.
TATA MOTORS : જો તમે ટાટા મોટર્સ પાસેથી નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ યોગ્ય સમય છે. હા, તમે 17મી જુલાઈ પહેલા તમારી ડ્રીમ કાર ડિસ્કાઉન્ટેડ કિંમતે ખરીદી શકો છો. કારણ કે, 17 જુલાઈથી, ટાટા મોટર્સ તેના પેસેન્જર વ્હીકલના તમામ મોડલ અને વેરિઅન્ટની કિંમતોમાં ધરખમ વધારો કરશે. ટાટા મોટર્સ 17 જુલાઈથી પેસેન્જર વ્હીકલના ભાવ વધારશે. આ વધારો કંપનીના તમામ મોડલ અને વેરિઅન્ટ પર લાગુ થશે.
ટાટા મોટર્સે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની તેના પેસેન્જર વ્હીકલના ભાવમાં સરેરાશ 0.6 ટકાનો વધારો કરશે. આ વધારો ઈલેક્ટ્રિક વ્હીકલ સહિત તમામ મોડલ્સ અને વેરિઅન્ટ પર લાગુ થશે. નિવેદન અનુસાર, કાચા માલની કિંમતમાં વધારાની અસરને પહોંચી વળવા માટે ભાવવધારો કરવામાં આવી રહ્યો છે.
કંપનીએ તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે 16 જુલાઈ, 2023 સુધીના વ્હીકલના બુકિંગ અને 31 જુલાઈ, 2023 સુધીની ડિલિવરી પર કિંમતમાં વધારાની અસર થશે નહીં. ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલમાં પંચ, નેક્સોન અને હેરિયરનો સમાવેશ થાય છે.
ટાટા મોટર્સના લોકલ સેલિંગમાં વધારો
જૂનમાં ટાટા મોટર્સનું કુલ લોકલ સેલિંગ વાર્ષિક ધોરણે એક ટકા વધીને 80,383 યુનિટ થયું હતું. કંપનીએ જૂન 2022માં 79,606 વ્હીકલનું સેલિંગ કર્યું હતું. ટાટા મોટર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લોકલ પેસેન્જર વ્હીકલનું સેલિંગ (ઈલેક્ટ્રોનિક વ્હીકલ સહિત) જૂન 2022માં 45,197 યુનિટ્સની સરખામણીએ પાંચ ટકા વધીને 47,235 યુનિટ થયું છે.
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લિમિટેડ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પેસેન્જર વાહન ઉદ્યોગમાં માંગ ઝડપથી વધી છે. આ માંગ મુખ્યત્વે નવા વ્હીકલ, ખાસ કરીને SUV અને ઇલેક્ટ્રિક વ્હીકલની હતી.