HDFC અને HDFC Bankનું મર્જર 1 જુલાઈથી પ્રભાવી થઈ જશે. બન્નેના બોર્ડની મીટિંગ 30 જૂને થવાની છે. આ મર્જર બાદ 14 જુલાઈથી HDFCના શેરોમાં ટ્રેડિંગ બંધ થઈ જશે. હાઉસિંગ ડિવેલપમેન્ટ ફાઈનાન્સ કૉરપોરેશન (HDFC) ના ચેરમેન દીપક પારેખે કહ્યું, "1 જુલાઈ સુધી તે મર્જર પૂરૂ થવાની આશા છે. દીપક પારેખે કહ્યું છે કે, "આ મર્જર 1 જુલાઈએ પૂરી થઈ જશે. HDFC અને HDFC Bankનો બોર્ડ 30 જૂને અલગ-અલગ બેઠક કરશે.
દીપક પારેખે આગર કહ્યું છે કે, "દરેક બ્રાન્ચ પર હવે મૉરગેઝ સેલિંગ થશે. અમે આશા કરે છે કે જે રિતે HDFC Bank કામ રહી છે તે રીતે હાઉસિંગ પોર્ટફોલિયો પણ મોટો થશે. પારેખે કહ્યું કે આ મર્જર માટે તમામા જરૂરી મંજૂરી લઈ લીધી છે. તેમણે કહ્યું છે કે, "HDFC Ltdના શેર 13 જુલાઈના શેર બજારથી ડિલિસ્ટ થઈ જશે.
2015માં જ દીપક પારેખે કહ્યું હતું કે જો હાલાત ઠીક રહે છે તો HDFCનું મર્જર HDFC Bankમાં કરાવામાં આવશે. પરંતુ તે રાહ ઘણી લાંબી રહી અને 2022માં તે મર્જર શરૂ થઈ જશે.
HDFC Bankના મેનેઝિંગ ડાયરેક્ટર શાશિધર જગદીશને 24 મે એ એક એનાલિસ્ટ કૉલમાં કહ્યું હતું કે તે મર્જર માત્ર એક મહિનામાં દૂર છે. ત્યારે તેણે કહ્યું હતું કે આવતા 4-5 મહિનામાં મર્જર થઈ જશે.
આ વર્ષ 10 માર્ચ મનીકંટ્રોલને આપેલા એક એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂમાં HDFCના વાઈસ ચેરમેન અને CEO કેકે મિસ્ત્રીએ કહ્યું છે કે આ મર્જરથી બન્ને કંપનીનો ગ્રોથની તક મળશે.