દેશમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા ઑનલાઈન પેમેન્ટની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2016માં યુપીઆઈ લૉન્ચ કરવામાં આવ્યું હતું. યુપીઆઈના આવ્યા બાદ ઑનલાઈન પેમેન્ટની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
દેશમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા ઑનલાઈન પેમેન્ટની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2016માં યુપીઆઈ લૉન્ચ કરવામાં આવ્યું હતું. યુપીઆઈના આવ્યા બાદ ઑનલાઈન પેમેન્ટની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
યુપીઆઈના વિસ્તાર કરવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ઘણી જાહેરાતો કરી છે. આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2024થી યુપીઆઈમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારની સૂચના આરબીઆઈએ ગયા મહિને ડિસેમ્બરમાં આપી હતી.
યુપીઆઈ અકાઉન્ટ થશે ફ્રીઝ
નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI)એ Google Pay, Paytm, PhonePe વગેરે જેવી પેમેન્ટ એપ્સ અને તેવા અકાઉન્ટને નિષ્કિય કરવા માટે કહ્યું જે અકાઉન્ટ અથવા આઈડી એક વર્ષથી વધું સમયથી ઉપયોગ નહીં થઈ રહી. તેનું અર્થ છે કે જો તમે એક વર્ષ કે તેથી વધુ સમયથી યુપીઆઈ એપ્સનો ઉપયોગ નથી કરતા, તો તમારું એકાઉન્ટ પણ નિષ્ક્રિય થઈ શકે છે.
એક દિવસમાં કરી શકે છે આટલું પેમેન્ટ
એનપીસીના અનુસાર હવે યુપીઆઈના દ્વારા દૈનિક પેમેન્ટની મર્યાદા વધારી દેવામાં આવી છે. હવે એક દિવસમાં ઘારક 1 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકે છે. આ સિવાય 8 ડિસેમ્બર, 2023માં આરબીઆઈએ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે યુપીઆઈ પેમેન્ટની મર્યાદામાં વધારો કર્યો છે, હવે તેની પેમેન્ટ મર્યાદા 5 લાખ રૂપિયા છે.
પીપીઆઈ પર ચૂકવવો પડશે ચાર્જ
હવે યૂપીઆઈ પેમેન્ટ કરતા સમય જો કોઈ ધારક પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI)નો ઉપયોગ કરે છે, તો તેણે 2,000 રૂપિયાથી વધુની ચુકવણી પર 1.1 ટકાની ઇન્ટરચેન્જ ફીસ આપવાની રહેશે. આ સિવાય યુપીઆઈ દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે હવે જો કોઈ ધારક નવા યૂઝરને 2,000 રૂપિયાથી વધુ ચૂકવે છે, તો તેની પાસે 4 કલાકની સમય મર્યાદા હશે. આવી સ્થિતિમાં તે 4 કલાકની અંદર સરળતાથી તેની ફરિયાદ કરી શકે છે.
જલ્દી શરૂ થશે યુપીઆઈ એટીએમ
દેશમાં યુપીઆઈનો વિસ્તાર કરવા માટે આરબીઆઈએ જાપાનીઝ કંપની હિટાચી (Hitachi) સાથે એક ભાગીદારી કરી છે. આ ભાગીદારી અનુસાર જલ્દી ભારતમાં યુપીઆઈ એટીએમ (UPI ATM) શરૂ થશે. આ એટીએમ બેન્કથી કેશ વિડ્રૉ કરવાનું પ્રોસેસ ઘણો સરળ થઈ જશે. કેસ ઉપાડવા માટે ક્યુઆર સ્કેન કરવું પડશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.