રિલાયન્સ દ્વારા રોકાણ કરાયેલ મીડિયા કંપની Viacom18 એ હોલીવુડ પ્રોડક્શન હાઉસ વોર્નર બ્રોસ ડિસ્કવરી ઇન્ક સાથે પાર્ટનરશીપ કરી છે. હોલીવુડ કન્ટેન્ટને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Jio Cinema App (JioCinema) પર લાવવા માટે આ ડીલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ડીલ હેઠળ, Jio સિનેમાના યુઝર્સ ટૂંક સમયમાં પ્લેટફોર્મ પર સક્સેશન, ગેમ ઓફ થ્રોન્સ, હેરી પોટર અને ડિસ્કવરી જેવા શો જોઈ શકશે. આ સાથે આ પ્લેટફોર્મ પર HBO મૂવી અને સિરીઝ પણ જોઈ શકાશે. જો કે, આ ડીલની ફાયનાન્શિયલ બાબતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
Jio સિનેમાની વધતી જતી પોપ્યુલરતા
હાલમાં IPL ક્રિકેટ ટુર્નામેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ Jio Cinema એપ પર ફ્રીમાં થઈ રહ્યું છે, જેણે તેને અત્યંત પોપ્યુલર બનાવી છે. Viacom18 એ 2023 થી 2027 સુધી IPL ડિજિટલ સ્ટ્રીમિંગ અધિકારો હસ્તગત કર્યા છે, જે અગાઉ ડિઝની પાસે લગભગ $2.9 બિલિયનમાં હતા.
આ વર્ષે 31 માર્ચ સુધી ડિઝની હોટસ્ટાર પ્લેટફોર્મ પર સક્સેશન સહિત HBO ના ઘણા ટોચના રેટેડ શો ભારતમાં ઉપલબ્ધ હતા. જો કે, બંને કંપનીઓ વચ્ચેની આ ડીલ હવે પૂરી થઈ ગઈ છે. આ ડીલ દ્વારા, JioCinema નેટફ્લિક્સ અને ડિઝની હોટસ્ટાર જેવા અન્ય OTT પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરશે. સસ્તા મોબાઈલ ડેટાના કારણે આવા પ્લેટફોર્મ વધુને વધુ પોપ્યુલર થઈ રહ્યા છે.