વિશ્વ બેન્કે વર્ષ 2023 માટે ગ્લોબલ જીડીપી ગ્રોથનું અનુમાન વધાર્યું છે. વિશ્વ બેન્કે કહ્યું કે યુએસ સહિત ઘણા મોટા દેશોની અર્થવ્યવસ્થા તેના અંદાજ કરતાં વધુ સ્થિતિસ્થાપક સાબિત થઈ છે, જેના કારણે તેના વિકાસના અનુમાનમાં વધારો થયો છે. જો કે, તેણે ઉમેર્યું હતું કે વ્યાજદરનું હાઇ લેવલ આવતા વર્ષે અપેક્ષા કરતાં વધુ ઘટાડા તરફ દોરી શકે છે. તેના તાજેતરના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટમાં, વિશ્વ બેન્કે આ વર્ષે વિશ્વની વાસ્તવિક જીડીપી ગ્રોથ 2.1 ટકા થવાનું અનુમાન કર્યું છે.
અગાઉ જાન્યુઆરીમાં જાહેર થયેલા રિપોર્ટમાં તેમણે 1.7 ટકાના વિકાસ દરની આગાહી કરી હતી. જો કે તે હજુ પણ 2022ના 3.1 ટકાના વિકાસ દર કરતા ઘણો ઓછો છે. જોકે, વિશ્વ બેન્કે 2024 માટે ગ્લોબલ જીડીપી ગ્રોથના અનુમાનમાં ઘટાડો કર્યો છે.
વિશ્વ બેન્કે અહેવાલમાં જણાવ્યું હતું કે, "મોનેટરી પોલિસીની કડકાઈ અને ચુસ્ત ધિરાણ વાતાવરણની અસર વચ્ચે 2023ના બાકીના મહિનામાં ગ્રોથ નોંધપાત્ર રીતે ધીમી પડશે."
વિશ્વ બેન્કે 2025માં ગ્લોબલ વિકાસ દરમાં 3.0 ટકાના વધારાનું અનુમાન લગાવ્યું છે. અગાઉ, જાન્યુઆરીમાં જાહેર કરાયેલા એક અહેવાલમાં, વિશ્વ બેન્કે ચેતવણી આપી હતી કે ગ્લોબલ જીડીપી ગ્રોથ ધીમી પડી રહી છે અને મંદીની આરે છે. જો કે, ત્યારથી, શ્રમ બજારમાં તેજી, યુએસમાં વપરાશમાં વધારો અને ચીનમાં કોરોના લોકડાઉન હટાવ્યા બાદ આર્થિક ગતિવિધિઓમાં વધારો થવાને કારણે આર્થિક ગ્રોથ ઝડપી બની છે.
આ પણ વાંચો- સિનિયર સિટીજન્સ માટે આ 5 ઇન્વેસ્ટ ઓપ્શન્સ બની શકે છે ફાયદાકારક, વૃદ્ધાવસ્થામાં પણ પૈસા મળતા રહેશે