કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં થયું ઉતાર-ચઢાવ, કૉમોડિટીના આઉટલૂક પર ખાસ ચર્ચા | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં થયું ઉતાર-ચઢાવ, કૉમોડિટીના આઉટલૂક પર ખાસ ચર્ચા

આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું હતું, જ્યાં કૉટન ઉત્પાદન ઘટવાના અનુમાન, તો પામ ઓઈલની કિંમતો ઘટીને 5 મહિનાના નીચલા સ્તર પર, આ સપ્તાહે કઠોળને લઈને પણ અમુક સમાચાર આવ્યા હતા, તો શુગરમાં શું રહ્યું તેજીનું કારણ.

અપડેટેડ 02:14:39 PM Oct 13, 2023 પર
Story continues below Advertisement

આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, જ્યાં CAI મુજબ કૉટન ઉત્પાદન ઘટવાના અનુમાન બનતા દેખાયા, તો ઇન્વેન્ટરી વધતા મલેશિયન પામ ઓઈલની કિંમતો ઘટીને 5 મહિનાના નીચલા સ્તરે પહોંચી હતી. આ સાથે જ આ સપ્તાહે કઠોળને લઈને પણ અમુક સમાચાર આવ્યા હતા, તો શુગરમાં શું રહ્યું તેજીનું કારણ.

ઓછું પડશે કૉટન?

CAI દ્વારા અનુમાન આવ્યા છે કે કૉટનમાં ઘટાડો થશે. કૉટનની ઇન્ડસ્ટ્રીને ઉત્પાદન ઘટવાની આશંકા વ્યક્ત કરી છે. સીએઆઈ દ્વારા 50000-55000 ગાંસડી સપ્લાય કરવાની સંભવ રહી છે. કૉટનના જૂના અને નવા પાકની સપ્લાય સંભવ લાગી રહી છે


કૉટનના ઉત્પાદનમાં ઘટાડાનો કારણે

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદ ઓછો થવાથી કૉટનના ઉત્પાદન ઘટ્યું છે. વાવણી 15-20 દિવસ મોડી શરૂ થઈ હતી. ઉત્તર ભારતમાં ગુલાબી ઈયળનું આક્રમણ વધારે થયો હતો. નોર્થ રાજસ્થાન અને હરિયાણામાં ગુલાબી ઈયળનું આક્રમણ રહ્યું હતું. દેશમાં વાવણી લગભગ 4 ટકા ઘટી ગઈ હતી. 124 લાખ હેક્ટરમાં કૉટનની વાવણી થઈ હતી.

પામ ઓઈલની કિંમતોમાં ઘટાડો

મલેશિયામાં પામની કિંમતોમાં ઘટાડો થયો છે. 5 મહિનાના પામ ઓઈલની કિંમતો નીચલા સ્તર પર પહોંચી. 3650 રિંગિટની નીચે ભાવ પહોંચ્યા છે. જુલાઈમાં 4150 રિંગિટની કિંમતો ઉપર હતી.

પામ ઓઈલમાં દબાણના કારણો

પામ ઓઈલની ઇન્વેન્ટરી વધવાની કિંમતો પર દબાણ. ઇન્વેન્ટરી 1 વર્ષની ઉંચાઈએ પહોંચવાની આશંકા રહી છે. સપ્ટેમ્બરમાં ભારતનું ઇમ્પોર્ટ 26 ટકા ઘટ્યું હતું. ઇઝરાયેલ હમાસ વચ્ચેના યુદ્ધથી પણ કિંમતો પર દબાણ રહ્યું છે. બજારને ચાઈના તરફથી માગ વધવાની આશા લાગી રહી છે.

સરકારનો મોંઘવારી પર પ્રહાર

ખેડૂતો પાસેથી સરકાર દાળ અને તેલિબીયાની ખરીદી કરશે. MSP પર દાળ અને તેલિબીયાની ખરીદી કરી શકે છે. બજારોમાં ભાવને જોતા સરકાર નિર્ણય લઈ શકે છે. સરકાર નાફેડને ખરીદી કરવા કહીં શકે છે. બજારમાં તુવેર અને અડદના ભાવ MSPથી ઉપર રહ્યા છે.

સરકારે શું કર્યું?

આ વર્ષે જૂનમાં સરકારે નિર્ણય લીધો હતો. 2023-24 માટે ખરીદ સીમાને હટાવી દીધી હતી. PSS હેઠળ તુવેરની ખરીદ સીમા હટાવી દીધી હતી. અડદ અને મસૂરની પણ ખરીદ સીમા હટાવી દીધી હતી. ખેડૂતોને પ્રોત્સાહન આપવા સરકારે નિર્ણય લીધો હતો. દાળની વાવણી વધારવા માટે નિર્ણય લીધો હતા.

શુગરની કિંમતોમાં વધારો

ઇન્ટરનેશનલ બજારમાં શુગરના ભાવમાં વધારો થયો છે. 12 વર્ષની ઉંચાઈ પર શુગરની કિંમત નજીક પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારમાં ભાવ $27/Lbsની ઉપર પહોંચ્યા છે.

શુગરમાં તેજીના કારણો

બજારને સપ્લાય ઘટવાની આશંકા રહી છે. ઇથેનોલના ભાવમાં વધારો થઈ શકે છે. બ્લેંડિંગ માટે ઇથેનોલનું ડાયવર્જન વધ્યું છે. ભારતમાં ઓછા વરસાદથી ઉત્પાદન ઘટવાની આશંકા રહી છે. ભારતનો એક્સપોર્ટ પ્રતિબંધ યથાવત્ રહેવાની આશંકા રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 13, 2023 2:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.