એગ્રી કૉમોડિટી સ્પેશલ: સમગ્ર દેશમાં ચામાસું આગળ વધ્યું, આ વર્ષે મગફળી અને કપાસની વાવણી વધવાનો અંદાજ
ગુજરાતમાં ખરીફ વાવેતર વધ્યું. ગુજરાતમાં ખરીફ વાવેતર 34 ટકા વધ્યું. મગફળી અને કપાસના વાવેતરમાં વધારો થયો છે. ગુજરાતમાં સરેરાશની તુલનાએ હાલ સુધી 47 ટકા વાવેતર પૂરૂ કરો.
હળદળમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા છે, જૂનમાં હળદળની કિંમતો ખાસી એવી વધી હતી અને આ સપ્તાહે ઉતાર-ચઢાવ દેખાયા.
દેશમાં જેમ જેમ ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ તેમ ખરીફ વાવણીની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં ખાસ કરીને આ વર્ષે મગફળીનું વાવેતર ઘટવાનો અંદાજ હતો, જેની સામે વાવેતરમાં વધારો નોંધાઈ રહ્યો છે. તો બીજી તરફ આ સમગ્ર સપ્તાહે મસાલા પેક પર ખાસ્સું ફોકસ રહ્યું છે. જીરા અને હળદરમાં નવા રેકોર્ડ સ્તરે કારોબાર જોવા મળ્યો છે. હવે આવતા સપ્તાહે એગ્રી કૉમોડિટીનું આઉટલૂક કેવું રહેશે?
7 દિવસ બાદ કિંમતો રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી દેખાઈ. 58570 રૂપિયા સુધી જોવા મળ્યો જુલાઈ વાયદામાં કારોબાર થયો. 26 જૂને જીરાએ બનાવ્યું હતું નવું રેકોર્ડ સ્તર છે. 58235 રૂપિયાના રેકોર્ડ સ્તરે કિંમતો પહોંચી હતી. કિંમતોમાં સતત 5માં મહિને તેજી યથાવત્ રહેશે. આ સપ્તાહે 3 દિવસમાં લગભગ 9% વધ્યો જીરાનો ભાવ છે. 2023માં 85%થી વધારે ભાવ વધી ચુક્યા છે. ઓછા ઉત્પાદન અને સપ્લાય ઘટવાથી કિંમતોને સપોર્ટ છે.
હળદળમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા છે, જૂનમાં હળદળની કિંમતો ખાસી એવી વધી હતી અને આ સપ્તાહે ઉતાર-ચઢાવ દેખાયા.
આ સપ્તાહે હળદરમાં કારોબાર
સપ્તાહના અંતે 2 મહિનાની તેજી પર લાગી બ્રેક. આ સપ્તાહે છેલ્લા 2 દિવસમાં 3%થી વધારે કિંમતો ઘટી છે. 2023ના ઉપલા સ્તરેથી કિંમતો 5% જેટલી ઘટી છે. 3 જુલાઈને કિંમતો `10376 સુધી પહોંચતી દેખાઈ હતી. ઓગસ્ટ વાયદો ₹10000ની નીચે આવ્યો. NCDEX પર જૂનમાં 24% કિંમતો વધી હતી. નફાવસુલીના કારણે કિંમતો પર દબાણ બન્યું. ઉત્પાદન ઘટવાની આશંકાએ કિંમતો વધી હતી.
ઓછી પડશે હળદર?
પાછલા વર્ષથી આ વર્ષે ઓછી વાવણીની આશંકા છે. મહારાષ્ટ્રમાં 10-20% ઓછી વાવણીની આશંકા છે. તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણામાં પણ વાવણી ઘટી શકે છે. માગ કરતા ઓછી સપ્લાયના કારણે કિંમતો વધી હતી.
ગુજરાતમાં ખરીફ વાવેતર વધ્યું. ગુજરાતમાં ખરીફ વાવેતર 34 ટકા વધ્યું. મગફળી અને કપાસના વાવેતરમાં વધારો થયો છે. ગુજરાતમાં સરેરાશની તુલનાએ હાલ સુધી 47 ટકા વાવેતર પૂરૂ કરો. કપાસ અને મગફળીના વાવેતરમાં 30%નો વધારો થયો છે. ગુજરાતમાં મગફળીનું વાવેતર ઘટવાનો અંદાજ હતો. ગુજરાતમાં 30 વર્ષની સરેરાશ સામે 32 ટકા વરસાદ પડ્યો છે.
ચોખાના ભાવમાં થશે વધારો!
આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાના ભાવમાં વધારો થયો છે. કિંમતો 11 વર્ષની ઊંચાઈએ પહોંચી. દેશમાં પણ કિંમતોમાં વધારો થવાની સંભાવના છે. 1 વર્ષમાં કિંમતોમાં 12%નો વધારો થયો. 5 વર્ષની ઊંચાઈએ એક્સપોર્ટ કિંમત છે. ચોખાના એક્સપોર્ટ ભાવમાં 9%નો વધારો છે. એક મહિનામાં નિકાસ કિંમતમાં 7%નો વધારો થયો છે. વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 45% છે.
ક્યા કારણોથી વધી રહી છે કિંમતો
ચોખાના વૈશ્વિક ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. મુખ્ય ઉત્પાદક દેશોમાં ઉત્પાદન ઘટી શકે છે. અલ નીનોના કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાની ભીતિ છે. અલ નીનોને કારણે ઓછો વરસાદ પડશે. અલ નીનોના કારણે દુષ્કાળ પડવાની પણ સંભાવના છે. ભારતમાં મોડા ચોમાસાને કારણે વાવણીમાં વિલંબ થયો છે.
ચોખા ઉત્પાદનનું અનુમાન
સરકારને આ વર્ષે બમ્પર પાક થવાની આશા છે. 2022-23માં 1308.37 લાખ ટનનું સંભવિત ઉત્પાદન છે. 2021-22માં ઉત્પાદન 1294.72 લાખ ટન હતું.
ભારતમાં ચોખાનું એક્સપોર્ટ
2022-23માં એક્સપોર્ટમાં 11%નો વધારો થયો છે. 21 મિલિયન ટન ચોખાની એક્સપોર્ટ કરવામાં આવી.