ચાઈના તરફથી નબળા આર્થિક આંકડાઓના કારણે સોનાની ચમક ઉપલા સ્તરેથી મામુલી ઘટી, પણ તેમ છતા કોમેક્સ પર ભાવ 2000 ડૉલરના સ્તરની ઉપર યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં 62,682ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો. આવતા વર્ષ માટે યૂએસ ફેડ વ્યાજ દરમાં કાપ કરે તેવી આશાએ વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 7 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતી જોવા મળી.
ચાંદીમાં પણ ગઈકાલના ઉપલા સ્તરેથી દબાણ આવતા વૈશ્વિક બજારમાં ભાવ 25 ડૉલર પાસે આવ્યા, તો સ્થાનિક બજારમાં 77,245ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.
OPEC+ની બેઠક પહેલા ક્રૂડમાં તેજી જોવા મળી, જ્યાં બ્રેન્ટમાં 84 ડૉલરના ઉપર કારોબાર નોંધાયો, જોકે ચાઈનાના મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સમાં ઘટાડાના કારણે NYMEX ક્રૂડમાં દબાણ સાથે કિંમતો 79 ઉપર કારોબાર નોંધાયો, પણ OPEC તરફથી પ્રોડક્શન કાપ પર ચર્ચાની વચ્ચે બ્લેક સીમાં વાવાઝોડાથી સપ્લાય વિક્ષેપની ચિંતાની અસર ક્રૂડની કિંમતો પર દેખાઈ રહી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં પા ટાકાની તેજી સાથે કિંમતો 236 પર પહોંતી જોવા મળી.
ચાઈના તરફથી નબળા આંકડાઓની અસર મેટલ્સની ચાલ પર રહેતા, સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં સુસ્ત કારોબાર જોવા મળ્યો, જ્યારે LME પર ડૉલરમાં નરમાશ અને પેરૂમાં સપ્લાયની ચિંતાથી થોડો સપોર્ટ કોપરની કિંમતોને મળી રહ્યો છે.
એગ્રી કોમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકનો લાલ નિશાનમાં કારોબાર જોવા મળ્યો. જ્યાં જીરામાં 3 ટકા આસપાસનું દબાણ તો હળદરમાં પોણા ટકાની નરમાશ આવતી જોવા મળી. તો ધાણામાં દોઢ ટકાનું દબાણ જોવા મળ્યું. તો ગુવાર પેકમાં પણ દબાણ તરફી સંકેત મળતા જોવા મળ્યા. જ્યાં ગુવાર સીડ અને ગુવાર ગમમાં અડધા ટકા નીચેનું દબાણ જોવા મળ્યું. આ સાથે જ કપાસિયા ખોળ અને એરંડામાં પણ દબાણ જોવા મળ્યું.