કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં મિશ્ર સાથે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં મિશ્ર સાથે કારોબાર

US ઇન્વેન્ટરી 7 બિલિયન cubic feetથી ઘટવાના કારણે સ્થાનિક બજારમાં પોઝિટીવ કારોબાર જોવા મળ્યો. જ્યાં કિંમત પા ટકા વધીને 241ને પાર જોવા મળી.

અપડેટેડ 06:16:44 PM Nov 23, 2023 પર
Story continues below Advertisement

સોનામાં ઉપલા સ્તરેથી દબાણ આવતા વૈશ્વિક બજારમાં કિંમત 2000 પ્રતિ ઓંસની નીચે આવી. તો હાલ પણ સોનામાં ફ્લેટ કારોબાર જ જોવા મળ્યો. જ્યાં એમસીએક્સ પર ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર સાથે કિંમત 61,044 પર પહોંચી.

તો સોનાના પગલે ચાંદીમાં પણ ફ્લેટ કારોબાર જ જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં ચાંદી મામુલી તેજી સાથે 72940ના સ્તરની નજીક જોવા મળ્યો. તો વૈશ્વિક બજારમાં પા ટકાની તેજી સાથે કિંમતો 23.50ને પાર નિકળ્યા.

ક્રૂડના કારોબાર પર તો ક્રૂડમાં આજે મિશ્ર કારોબાર થતો જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં તો પા ટકાની તેજી જોવા મળી પરંતુ બ્રેન્ટમાં પણ નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી. તો સામે NYMEX ક્રૂડમાં પણ લગભગ એક ટકાના દબાણ સાથેનો જ કારોબાર રહ્યો.


નેચરલ ગેસની તો US ઇન્વેન્ટરી 7 બિલિયન cubic feetથી ઘટવાના કારણે સ્થાનિક બજારમાં પોઝિટીવ કારોબાર જોવા મળ્યો. જ્યાં કિંમત પા ટકા વધીને 241ને પાર જોવા મળી.

નજર કરી લઇએ મેટલ્સના કારોબાર પર તો લેડ સિવાય તમામ બેઝ મેટલ્સમાં આજે તેજી સાથેનો જ કારોબાર જોવા મળ્યો છે. જ્યાં ઝિંકમાં અડધા ટકાની સારી તેજી સાથેનો કારોબાર રહ્યો છે. તો કોપરમાં નીચલા સ્તરેથી રિકવરી આવતા કિંમત પા ટકા વધીને 715ને પાર નીકળી.

મસાલા પેકમાં આજે દબાણ સાથેનો કારોબાર રહ્યો છે. જ્યાં જીરા અને ધાણામાં સવા બે ટકાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. તો હળદરમાં પણ લગભગ એક ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. તો સામે ગુવાર પેકમાં મિશ્ર કારોબાર થતો દેખાયો છે. જ્યાં ગુવાર ગમમાં લગભગ અડધા ટકાની તેજી છે તો ગુવાર સીડમાં મામુલી ઘટાડો જોવા મળ્યો છે. તો કેસ્ટર સીડમાં દોઢ ટકાની સારી તેજી સાથેનો કારોબાર રહ્યો. તો કપાસિયા ખોળમાં પણ અડધા ટકાથી વધારે ખરીદદારી રહી.

Commodity Bajar, Gold, Silver, Crude, Agri Commodity, Natural Gas, કોમોડિટી બજાર, સોના, ચાંદી, ક્રૂડ, એગ્રી કૉમોડિટી, નેચરલ ગેસ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 23, 2023 6:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.