જુલાઈ બેઠકમાં US ફેડ વ્યાજ દરમાં કાપ ઓછો કરે તેવી આશંકાએ સોનાને સપોર્ટ મળ્યો, અહીં કોમેક્સ પર ભાવ 1937 ડૉલરના સ્તરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 58,528 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
જુલાઈ બેઠકમાં US ફેડ વ્યાજ દરમાં કાપ ઓછો કરે તેવી આશંકાએ સોનાને સપોર્ટ મળ્યો, અહીં કોમેક્સ પર ભાવ 1937 ડૉલરના સ્તરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 58,528 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનાના પગલે ચાંદીમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો. વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલર ઉપર નીકળ્યા તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકા ઉપરની તેજી સાથે કિંમતો 70683 સુધી પહોંચતી જોવા મળી.
સાઉદી અરબિયા તરફથી આઉટપુટ કાપના સમાચાર બાદ NYMEX ક્રૂડમાં રિકવરી જોવા મળી, કિંમતો 70 ડૉલરની ઉપર આવી, તો બ્રેન્ટમાં 75 ડૉલરની પાસે કારોબાર યથાવત્ રહેતો જોવા મળી રહ્યો છે. સાઉદી 1 મિલિયલ બેરલ પ્રતિ દિવસનો કાપ ઓગસ્ટ સુધી લંબાવશે અને રશિયા પણ પોતાનું ઓઈલ એક્સપોર્ટ 500,000 bpdથી ઘટાડશે. આ બધા સમાચારના કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
શરૂઆતિ કારોબારથી સાંકળી રેન્જમાં કારોબાર કર્યા બાદ નેચરલ ગેસમાં ઉપરના સ્તરેથી દબાણ આવતું જોવા મળ્યું. જ્યાં કિંમતો પા ટકાની ઉપરના દબાણ સાથે 220 આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી.
બેઝ મેટલ્સમાં શરૂઆતી દબાણ બાદ રીકવરીનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં બધી બેઝ મેટલ્સમાં મામૂલી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતીના કારણે LME પર મોટા ભાગની મેટલ્સ લાલા નીશાનમાં કારોબાર જોવા મળ્યો.
ગુવાર પેકમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો. જ્યાં ગુવાર ગમમાં અઢી ટકા તો ગુવાર સીડમાં દોઢ ટકા ઉપરનું દબાણ જોવા મળ્યું. જ્યારે મલાસા પેકમાં તેજીના કારોબાર પર બ્રેક લાગતી જોવા મળી. જીરામાં તેજી યથાવત્ જોવા મળી તો ધાણામાં પોણા ટકાની નરમાશ આવતી દેખાય. તો હળદરમાં પણ ઉપરના સ્તરેથી દબાણ બનતું જોવા મળ્યું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.