કોમેક્સ પર સોનાના ભાવ આજે ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ ટ્રેડ દેખાઇ રહ્યો છે. યૂએસ બોન્ડ યીલ્ડમાં વધારો થતા સોનાની માંગને અસર જોવા મળી. હવે બજારની નજર US ફેડરલ રિઝર્વના વ્યાજ વધારાના નિર્ણય પર છે.
કોમેક્સ પર સોનાના ભાવ આજે ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ ટ્રેડ દેખાઇ રહ્યો છે. યૂએસ બોન્ડ યીલ્ડમાં વધારો થતા સોનાની માંગને અસર જોવા મળી. હવે બજારની નજર US ફેડરલ રિઝર્વના વ્યાજ વધારાના નિર્ણય પર છે.
સોનાના પગલે ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં ચાંદી ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર કરતી જોવા મળી તો કોમેક્સ પર નીચેના સ્તરેથી રીકવરી સાથે ચાંદીમાં પા ટકાની તેજી જોવા મળી.
ક્રૂડ ઓઈલમાં શરૂઆતી દબાણ બાદ રિકવરીનો માહોલ જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં ક્રૂડ ઓઈલ એક ટકાની તેજી સાથે 5997 પર કારોબાર કરતું જોવા મળ્યું. તો બ્રેન્ટ ફરી $77 ડૉલરને પાર જોવા મળી રહ્યું છે અને NYMEXમાં પણ સવા ટકાની તેજી જોવા મળી.
તો નેચરલ ગેસમાં તેજીનો કારોબાર યથાવત્ જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં એક ટકાની તેજી સાથે કિંમતો 188 નજીક પહોંચતી જોવા મળી.
બેઝ મેટલ્સનો કારોબારમાં તેજીનો માહોલ યથાવત્ જોવા મળ્યો. જ્યાં નબળા ડૉલરના કારણે LME પર મેટલ્સમાં તેજી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ મેટલ્સ લીલા નીશાનમાં કારોબાર કરતું જોવા મળ્યું. સ્થાનિક બજારમાં ઝિંકમાં સૌથી વધુ દોઢ ટકાની તેજી જોવા મળી. તો LME પર એલ્યુમિનિયમનો સ્ટોક 4 મહિનાના નીચલા સ્તર પર આવતા એલ્યુમિનિયમમાં પણ મામૂલી તેજી જોવા મળી. કોપરમાં અડધા ટકાની તો લેડમાં પણ મામૂલી તેજીનો કારોબાર જોવા મળ્યો.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો મસાલા પેકમાં આજે સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જીરામાં દોઢ ટકાની તો ધાણામાં અડધા ટકા ઉપરની તેજી યથાવત્ જોવા મળી. તો હળદળમાં સૌથી વધુ અઢી ટકાની તેજી જોવા મળી. તો ગુવાર પેકની સતત 2 દિવસની તેજી પર આજે બ્રેક લાગતી જોવા મળી છે. જ્યા ગુવાર ગમમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર છે તો ગુવાર સીડમાં મામુલી દબાણ છે. તો કપાસિયા ખોળમાં નીચેના સ્થરેથી રીકવરી આવતી જોવા મળી. જ્યાં શરૂઆતી દબાણ બાદ કપાસિયા ખોળમાં સવા ટકાનો ઉછાળો જોવા મળ્યો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.