કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાનો ઘટાડો આવતા ભાવ 220ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા.

અપડેટેડ 06:50:55 PM Jul 06, 2023 પર
Story continues below Advertisement

યૂએસ બોન્ડ યીલ્ડ અને ડૉલર ઇન્ડેક્સમાં વધારાના કારણે સોનાની કિંમતો પર અસર જોવા મળી, કોમેક્સ પર સોનું 1925 ડૉલરની પાસે રહ્યું, જ્યારે સ્થાનિક બજારમાં 58,628 રૂપિયાના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.

ચાંદીમાં પણ વોલેટાઇળ કારોબાર બાદ નીચલા સ્તરેથી રિકવરી આવતી જોવા મળી. કોમેક્સ પર ભાવ 23 ડૉલરને પાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં અંતે પણ ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર યથાવત્ રહ્યો.

યૂએસમાં ઇન્વેન્ટરીઝ ઘટતા ક્રૂડની કિંમતોને સપોર્ટ મળ્યો, જેમાં બ્રેન્ટના ભાવ ફરી 77 ડૉલરની નજીક પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 72 ડૉલરના સ્તરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. યૂએસમાં ઇન્વેન્ટરીઝ 4.38 મિલિયન બેરલ્સથી ઘટી જેની પોઝિટીવ અસર ક્રૂડ પર બનતી દેખાઈ રહી છે.


સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાનો ઘટાડો આવતા ભાવ 220ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા.

ડૉલર ઇન્ડેક્સમાં રિકવરીના કારણે LME અને સ્થાનિક બન્ને બજારોમાં બેઝ મેટલ્સમાં દબાણ જોવા મળ્યું, સ્થાનિક બજારમાં ઝિંક સિવાય તમામ મેટલ્સમાં ફરી લાલ નિશાનમાં કારોબાર જોવા મળ્યો છે.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો જ્યાં હળદરમાં દબાણનો કારોબાર યથાવત્ જોવા મળ્યો. તો ધાણા અને જીરામાં તેજી જોવા મળી. ગુવાર પેકમાં લાલ નીશાનમાં કારોબાર કરતું જોવા મળ્યું. જ્યાં ગુવાર ગમમાં સવા બે ટકા તો ગુવાર સીડમાં પોણા બે ટકાનું દબાણ જોવા મળ્યું. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારમાં ચોખાના ભાવમાં ઉછાળો આવતો નોંધાયો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 06, 2023 6:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.